જૂનાગઢના ભેસાણમાં 15 કિલોમીટર વિવિધ ચોકમાં મહાશિવરાત્રીની શોભાયાત્રા નીકળી શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે પરંતુ મહાશિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે ભગવાન શીવજીમહારાજનુ પાતાળલોકમાથી રાત્રીના બારવાગ્યે પૃથવીલોકમા આગમન થતા મહાશિવરાત્રી પર્વની હિંદુ ધર્મમાં ઉજવણી કરવામા આવે છે બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ એને રાત્રીગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું. મહાશિવરાત્રીનું પર્વ એ શિવ ભક્તો માટે શિવની આરાધના ઉપવાસનાનો તહેવાર છે જેમાખાસ કરીને શિવ ભક્તોમાં અદકેરું મહાત્મય ધરાવતું આ મહાશિવરાત્રી પર્વના આગમન વેળાએ શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્રો ચડાવે દૂધ અને પાણીનું અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શિવને કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે ભેસાણ ભૂતનાથમંદિર મહાદેવ મંદિરથી શહેરના મુખય માર્ગો પરબરોડ જીનપલોટ ચણાકાપલોટ તેમજ હરીપરા રોડ અક્ષરધામ સોસાયટી સહીતના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢવામા આવી હતી સનાતન હિન્દુ ધરમ સમીતી તેમજ નીતિનભાઈ જોશી શેલડીયા સાહેબ કમલેશભાઈ કથીરિયા ભાવેશભાઈ વેકરીયા વિજયભાઈ ભટ્ટી વિરલભાઈ સંજય રામાણી નરેન્દ્ર સાહેબ અને ગ્રામજનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
