છોટાઉદેપુર જિલ્લાના ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTP ના જીલ્લા પ્રમુખ નરેન્દ્રભાઇ રાઠવા 300 જેટલા કાર્યકર્તાઓ સાથે ઇન્દ્રનીલ રાજ્યગુરુનાં હાથે કોંગ્રેસમાં જોડાયા છે.

Share to

ભારતીય ટ્રાયબલ પાર્ટી નાં જીલ્લા પ્રમુખ જોડાયા કોંગ્રેસમાં
છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી આગેવાન અને ભારતીય ટ્રાયબલ BTP નાં જીલ્લા પ્રમુખ તેમજ તેઓના 300 જેટલા કાર્યકર્તાઓ આજે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.કોંગ્રેસના હાથ સે હાથ જોડોના કન્વીનર અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ નાં હાથે કોંગ્રેસનો ખેસ પહેર્યો છે.ભારતીય ટ્રાયબલ પાર્ટીના અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાવાના સમાચાર વહેતા થયા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ભારતીય ટ્રાઇબલ પાર્ટીનાં કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે.
ભારત જોડો ન્યાય યાત્રા છોટા ઉદેપુર લોકસભા મત વિસ્તાર માંથી પસાર થનાર છે, તે અગાઉ પૂર્વ રેલ રાજ્ય મંત્રી નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા કોંગ્રસ ને રામ રામ કરી ભાજપા માં જોડાયા છે ત્યારે, ભારતીય ટ્રાઈબલ પાર્ટી ના પ્રમુખ નરેન્દ્ર રાઠવા આજે બોડેલી એ પી એમ સી હોલ ખાતે ૩૦૦ જેટલાં કાર્યકરો સાથે ઇન્દ્રનીલ રાજ્યગુરુ ના હસ્તે કોંગ્રેસ નો ખેસ ધારણ કરી કોંગ્રેસ માં જોડાયા  છે,


ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed