યુવાન ઝઘડિયાની એક કંપનીમાં જોબ પર જતો હતો તે વેળા ગુમાનદેવ રેલવે ફાટક પાસે ભારદારી વાહને ટક્કર મારતા મોત નીપજ્યું છે.
ઝઘડિયા તાલુકામાં ભારદારી વાહનો દ્વારા અવારનવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે, ઓવરલોડ ખનીજ ભરી ચાલતા વાહન ચાલકો દ્વારા વાહન કંટ્રોલમાં નહીં રહેતા હોવાના કારણે અકસ્માત થતા હોવાની બૂમો પણ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવે છે, આજરોજ ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામનો કિરણ બળદેવભાઈ વસાવા નામનો યુવાન ઝઘડિયામાં આવેલી કંપનીમાં બપોરના સમયે ફરજ પર જતો હતો, તે સમયે ગુમાનદેવ બ્રિજ અને ગુમાનદેવ રેલવે ફાટક વચ્ચે એક અજાણ્યા ભારરદારી વાહને કિરણની મોટરસાયકલને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જયો હતો જેથી તે ખૂબ લોહી લુહાણ થઈ ગયો હતો, અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક તેનું વાહન લઇ ત્યાંથી ફરાર થઈ ગયો હતો, અકસ્માતના પગલે સ્થાનિક લોકો તથા કિરણના પરિવારજનો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા, અસ્માતમાં ઘટના સ્થળે જ કિરણનુ મોત થયું હતું, અકસ્માતના પગલે કિરણના પરિવાર ના સભ્યએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો