







*એકતા, બંધુતા સાથે મજબુત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે તે હેતુથી ટ્રાયબલ યુનિટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાયો*
***
પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ આયોજિત ટ્રાયબલ યુનિટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ સમસ્ત વસાવા સમાજના પ્રમુખશ્રી ચંદ્રકાંત વસાવા દ્વારા રાષ્ટ્રધ્વજ કલરના બલૂન છોડીને મેચનું ઓપનિંગ કરાયું હતું. પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે ઈન્ટરનેશનલ કક્ષાના ફલડ લાઈટ લાગેલા હોવાથી દરરોજ શિડયુલ પ્રમાણેની મેચો ઝાંખા પ્રકાશના અવરોધ વિના રમાડી શકાશે.
સમગ્ર આદિવાસી સમાજના યુવાઓ સશક્ત બને, શિક્ષિત અને સંગઠિત બની, વ્યસન મુક્તીના ધ્યેય સાથે એકતા, બંધુતા સાથે મજબુત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે, લોકો સાથે ઉષ્માભર્યા સબંધો તેવા હેતુથી ટ્રાઇબલ યુનિટી કપનો શુભારંભ કરાયો છે. સમગ્ર ગુજરાતમાં આદિવાસી સમુદાયના ક્રિકેટર પોતાની ટીમ બનાવી આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે.
લ આ ટુનામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી ૨૦૦ થી પણ વધારે ટીમો ભાગ લેનાર છે. ભાગ લેનાર તમામ ટીમોના ખેલાડીને ટી-શર્ટ આપી તેમને પ્રોત્સાહન પુરુ પાડવાનો પણ પ્રયાસ કરાયો છે.
ટુર્નામેન્ટની વિજેતા ટીમને ૫૧,૦૦૦/- રૂ નું રોકડ ઇનામ તથા ટ્રોફી તેમજ રનર્સ અપ ટીમને ૨૫,૦૦૦/- રોકડ તથા ટ્રોફીનું ઈનામ સાથે તમામ મેચમાં મેન ઓફ ધ મેચ પ્લેયરને ટ્રોફી પણ આપવામાં આવનાર છે. ઘર બેઠા ટી.વી. કે મોબાઈલ પર નિહાળી શકે તે માટે ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ YouTube પ્લેટફોર્મ પર TenTen Sport નામની ચેનલ પર જોઈ શકાશે.
ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઈન્ટરનેશનલ કક્ષાના ફલડ લાઈટ લાગેલા હોવાથી દરરોજ શિડયુલ પ્રમાણેની મેચો ઝાંખા પ્રકાશના અવરોધ વિના રમાડી શકાય છે. આ ટુર્નામેન્ટને રસપ્રદ અને રોમાંચક બને અને સુપર ૧૬ ટીમો માટે સુપર ૬, હેટ્રિક વિકેટ જેવા પ્રસંગોએ આકર્ષક ઇનામોની જાહેરાત થનાર છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
નેત્રંગ તાલુકાના કોલીયાપાડા ગામે માર્ચ માસની ત્રીજા તબક્કા ની રાત્રિ સભા યોજાય,
જુનાગઢ જીલ્લાના મજેવડી દરગાહ કાંડના ખુનના ગુન્હામાં સંડોવાયેલ લાલ શાહીથી બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત જુનાગઢ પોલીસે કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે.કા પ્રવૃત્તિ અંગે ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ