જૂનાગઢ ના વિસાવદર લાયન્સ કલબ દ્વારા સરકારી શાળાઓમાં વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી કરાય

Share to



વિસાવદર માં  લાયન્સ કલબ  દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન હેઠળ લાયન્સ કલબ વિસાવદર ના ઉત્સાહી મેમ્બર લાયન વિશાલ ચોટાઈ ના સયુંકત સહયોગ સાથે વિસાવદર તાલુકાની જુદી જુદી શાળાઓમાં વિશ્વ માતૃભાષા દિવસ ની ઉજવણી કરવામાં આવેલ માતૃભાષા નું જતન તેમજ ગૌરવ વધારવા સમગ્ર વિશ્વમાં ૨૧ મી ફેબ્રુઆરી ના દિવસને માતૃભાષા દિવસ તરીકે હોંશે હોંશે ઉજવવામાં આવે છે જેમાં ખાસ આ દિવસે શાળા, કોલેજો તેમજ યુનિવર્સિટીઓ જુદાં જુદાં કાર્યક્રમો યોજવામાં આવે છે જે અંતર્ગત ગુજરાતી ભાષાના કવિ/ લેખક ઉમાશંકર જોશી એ આપેલ પંક્તિ ” સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,  મળી માતૃભાષા મને ગુજરાતી ” ને સાર્થક કરતાં વિસાવદર તાલુકામાં સરકારી હાઈસ્કૂલ વિસાવદર, પે. સેન્ટર કન્યા શાળા વિસાવદર, પે. સેન્ટર શાળા લાલપુર, કાલાવડ પ્રાથમિક શાળા, વિવેકાનંદ પ્રાથમિક શાળા વિસાવદર, માંડાવડ પ્રાથમિક શાળા, મોટી પીડાખાઈ પ્રાથમિક શાળા, નાની પીડાખાઈ પ્રાથમિક શાળા, રાવણી (કુબા) પ્રાથમિક શાળા, સુખપુર પ્રાથમિક શાળા, દાધિયાપરા પ્રાથમિક શાળા,પે.સેન્ટર શાળા  મોટી મોણપરી તેમજ નાની મોણપરી પ્રાથમિક શાળા સહિતની શાળાઓમાં કાવ્ય લેખન તેમજ વાર્તા લેખન , નિબંધ લેખન જેવી અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવેલ સ્પર્ધાઓમાં શાળા વાઈઝ પ્રથમ દ્વિતીય તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકોને લાયન્સ કલબ વિસાવદર દ્વારા સન્માનપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed