ગાંધીનગરની વિવિધ સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મીઓ અને ગાંધીનગર ખાતે સચિવાલયમાં પોતાના કામકાજ માટે આવતા નાગરિકોને પરિવહન સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે એસ.ટી.ની ૭૦ નૂતન બસોનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી તથા વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીજી, ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીની મુખ્ય ઉપસ્થિતિમાં સંપન્ન થયું.આ તકે દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય શ્રી જે.વી કાકડીયા, જનકભાઈ તલાવીયા પણ ઉપસ્થિત રહેલ
જાહેર પરિવહન ક્ષેત્રે અવિરત પ્રગતિના પંથે ચાલી રહેલી ગુજરાત એસ.ટી.વિકાસના પ્રેરક મુકામ પર પહોંચી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મુસાફરોની સેવામાં છેલ્લાં બે વર્ષમાં GSRTCમાં અનેક અત્યાધુનિક બસોનું ઉમેરણ કર્યું છે.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ