રાઇફલ શૂટિંગ મા રાજપીપળાના યુવાને ગોલ્ડ મેડલ મેળવતા કલેકટર હસ્તે સન્માન કરાયું

Share toઈકરામ મલેક:રાજપીપળા

નર્મદા જિલ્લા માં પ્રથમ વખત રાઇફલ શૂટિંગ માં ગોલ્ડ મેડલ જીતનાર રાજપીપલા સિંધીવાડ માં રહેતા સરફરાઝ દેસાઈ નામ ના યુવકે અગાઉ રાજપીપળા ખાતે યોજાયેલી રાઇફલ શૂટિંગ સ્પર્ધા મા ઝળહળતો દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

આથી સરફરાઝ દેસાઈ નું ગત ૨૬ મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ ના કાર્યક્રમ મા ધ્વજ વંદન બાદ નર્મદા જિલ્લા કલેકટર સ્વેતા બેન તેવતીયા હસ્તે મંત્રી શ્રી ભીકુ સિંહ પરમારની ઉપસ્થિતી મા સર્ટિફિકેટ એનાયત કરી તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.


Share to

You may have missed