વાલીયા નાં પઠાર ગામનાં એક ખેડુત ની શેરડી અસમાજિક લુખ્ખા તત્વો દ્વારા સળગાવી દેતા લાખો રૂપિયાનું નુકસાન

Share to

વાલીયા ના પઠાર ખાતે રહેતા વિક્રમસિંહ દેશમુખ નાં ખેતરની દોઢ એકડ જમીન માં વાવેલી ઉભી શેરડીનો પાક કોઈ બદમાશે (અસમાજિક લુખ્ખા તત્વો) દ્વારા સળગાવી દેતા ખેડુતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.જેના પગલે પઠાર ગામના અસરગ્રસ્ત ખેડૂત ને થયેલ નુકસાન મામલે યોગ્ય વળતર માટે વાલીયા પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપેલ છે. જો કે ખેડુતોના કહેવા મુજબ તેઓ પોતે એક પ્રાઇવેટ મિડિયા કંપની નાં માલિક છે અને ગામમાં મોટા પાયે ખેતી કરે છે. જેઓ નું પોતાનું દૂરદર્શી ન્યૂઝ ( DNS NEWS) ચેનલ તેમજ વિકલી પેપર પ્રસિદ્ધિ કરવા માં આવે છે. ત્યારે તેમાં તાલુકા સહિત દક્ષિણ ગુજરાત માં સાચી અને સચોટ માહિતી પ્રસિદ્ધિ થતાં કેટલાક બૂટલેગરો અને અસમાજિક તત્વો દ્વારા અવાર નવાર હેરાન કરવા આવે છે. ભૂતકાળ માં પણ આવીજ રીતે શેરડી નો ઊભો પાક સળગાવી દેવા માં આવ્યો હતો, ત્યાર બાદ કેટલાક બુલેગરો ઘરે આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગાળો બોલી હતી, ત્યારે પણ વાલીયા પોલિશ સ્ટેશન માં અરજી સ્વરૂપ ફરિયાદ આપવા માં આવી હતી, અને હાલ ગત તારિખ 27 મી જાન્યુઆરી નાં રોજ રાત્રે નાં સમયે કોઇ લુખ્ખા તત્વો દ્વારા દોઢ દોઢએકડ માં રોપેલો શેરડી નો પાક સળગી દેતા વિક્રમસિંહ દેશમુખ દ્વારા ફરી અરજી સ્વરૂપ માં ફરિયાદ આપવા માં આવી છે,

ત્યારે ભારત દેશ ની ચોથી જાગીર ગણાતા પત્રકારો ને આવી રીતે કેટલાક લુખ્ખા, ગુંડા તત્વો અને બૂલેગરો દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, પણહવે ચલાવી લેવામાં નહિ આવે આવા તત્વો ને જો ટૂંક સમય પોલિશ ખુલ્લા નહિ પાડવા માં આવે તો નામદાર કોર્ટ માં સીધી ફરિયાદ કરવા માં આવશે અને અનેક વાર અરજી કરવા આવે છે. પરંતુ એને એફ આઇ આર સ્વરૂપ માં કરી કેમ કોઇ યોગ્ય તપાસ કરતા નહિ એ દરેક સવાલ માં જવાબ સાથે કોર્ટ માં રજુ કરવું પડશે.


Share to