ભરૂચ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી “પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪ના ” વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમમાં ૧૪૪૭ શાળાઓમાં અંદાજિત ૧ લાખથી વધારે વિદ્યાર્થીઓ જોડાયા

Share to*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા-2024’ ના રાષ્ટ્ર વ્યાપી પ્રસારણ હેઠળ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો*

ભરૂચ- સોમવાર- આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની સાતમી આવૃત્તિ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના વિવિધ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે લાઇવ સંવાદ કર્યો. બોર્ડ પરીક્ષાને કેવી રીતે તણાવ મુક્ત કરી શકાય એ સહિત પુછાયેલા વિવિધ સવાલોના પીએમ મોદીએ પોતાની આગવી શૈલીમાં જવાબ આપી વિદ્યાર્થીઓ શિક્ષકોને જીવનના પાઠ શીખવ્યા.
આજરોજ ભરૂચ જિલ્લામાં નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ સહીત અન્ય તમામ તાલુકાકક્ષાએ આવેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ વિદ્યાર્થીઓએ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળા મળી કુલ ૧૪૪૭ શાળાઓમાં અંદાજિત ૧ લાખથી વધારે વિદ્યાર્થીઓ,અંદાજિત ૭૦૦ થી વધારે શિક્ષકશ્રીઓ, ૭૦૦ થી વધારે વાલીશ્રીઓ, તેમજ ૭૦ અધિકારીશ્રીઓ, અને પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા અને વડાપ્રધાનશ્રીનો જીવંત કાર્યક્રમ નિહાળ્યો.
પરીક્ષા પે ચર્ચાના જીવંત પ્રસારણને નિહાળવા ભરૂચ જિલ્લાના કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશોકભાઈ બારોટ, જિલ્લા શિક્ષણાધકારીની કચેરી શિક્ષણ નિરીક્ષક ડો. દિવ્યેશ પરમાર, મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી જિજ્ઞેશભાઈ પટેલ, આચાર્યશ્રી, નારાયણ વિદ્યાવિહારના ડો. મહેશભાઈ ઠાકર અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
***


Share to