જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના બરવાળા ગામમાં ભગવાન શ્રીરામના જીવન પ્રસંગો આધારિત બાળકો દ્વારા થીમ તૈયાર કરવામાં આવી હતી જેમાં અયોધ્યામાં શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આબે હૂબ બરવાળા ગામની બહેનો અને ભાઈઓ દ્વારા છેલ્લા દસ દિવસથી તૈયારીઓ કરવામાં આવી રહીછે અને છેલ્લા એક અઠવાડિયાથી નાના નાના બાળકોને અલગ અલગ પાત્રમાં તૈયાર કરીને રામ લક્ષ્મણ સીતા માતા શબરી હનુમાનજી લવકુશઅને ગુરુજી જેવા પાત્રો તૈયાર કરીને આખા ગામમાં શોભાયાત્રા કાઢીને શ્રી રામચંદ્ર પ્રભુ અયોધ્યામાં પધારતા હોય તેવી જ રીતે ફૂલહાર થી વધાવિને રાજતિલક કરીને મુંગટ પહરવિને જાણે અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો હોય તેવી જ રીતે બરવાળા ગામમાં દરેક ઘરોમાં રંગોળી ધજા ફૂલની સજાવટ અને દિવડા પ્રગટાવીને બાળકો બહેનો ભાઈઓ વૃદ્ધો અરવિંદભાઈ રિબડીયા પરિવાર દ્વારા બરવાળા ગામ અયોધ્યા મય બન્યું હોય તેવી રીતે પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ