October 2, 2024

વડોદરા જિલ્લા ના શિનોર હાઈસ્કુલ ખાતે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ડ્રગ્સ,સાયબર,સોશિયલ મિડીયા,ટ્રાફિક,સંબંધીત જનજાગૃતી કાર્યક્રમ યોજવામાં આવ્યો…

Share to

09-01-24 શિનોર દૂરદર્શી ન્યૂઝ

વડોદરા જિલ્લા ના શિનોર પોલીસ સ્ટેશન દ્વારા નશા મુક્ત ભારત અંતર્ગત “”નસીલા પ્રદાથો થી દૂર રહો જીવન સુખ મેળવો ભરપૂર “””ના સ્લોગન સાથે જનજાગૃતી માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માં શાળા ના બાળકો ને શિનોર હાઈસ્કુલના પટાંગણમાં ડ્રગ્સ,સાયબર,સોશિયલ મિડીયા,ટ્રાફિક,સંબંધીત જનજાગૃતી કાર્યક્રમ શિનોર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, તેમજ પોલીસ અધીક્ષક રોહન આનંદ વડોદરા ગ્રામ્ય, વડોદરા તથા I/Cનાયબ પોલીસ અધીક્ષક બી.એચ.ચાવડા ડભોઇ વિભાગ, ડભોઇ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર કરજણ સર્કલ નાઓની સુચના મુજબ વડોદરા ગ્રામ્ય જીલ્લાના શિનોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારની શાળાઓમાં બાળકો કાયદા સંદર્ભે જાગૃત રહે અને આવનારી પેઢી શિસ્તબધ્ધ જવાબદાર નાગરિક તરીકે ઉભરે અને તે પ્રકારનુ વર્તન કરી સમાજ પ્રત્યેની પોતાની જવાબદરી અદા કરે તે હેતુસર

પો.સ્ટે.વિસ્તારની શાળાઓમાં જનજાગૃતી કાર્યક્રમ યોજવાની વડોદરા જિલ્લા માં મુહિમ ચલાવવમાં આવી રહી છે જેને અનુસંધાને સોશિયલ મિડીયા અને બાળક, સોશિયલ મિડીયાના ભયસ્થાનો,બાળકો પરના જાતીય અત્યાચારના કાયદાની સમજ,ટ્રાફિક નિયમનની સમજ, ડ્રગ્સનુ દુષણ અને તેનાથી થતી અસરો,સાયબર અવરનેશ
, બાળકોને સારા અને ખરાબ સ્પર્શની સમજ
,વિગેરે જેવા મુદ્દા પર પરીસંવાદ યોજવામાં આવ્યો હતો
જેમાં શાળાના ધોરણ 9 થી 12 ના અંદાજીત
400 જેટલાં બાળકો તથા શાળાના આચાર્ય સહિતનો સ્ટાફગણ મોટી સઁખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો જેમા દરેક મુદ્દાઓ ની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી
અને દરેક નાગરિક દેશનું રૂણ અદા કરે તે રીતે સફળ કાર્યક્રમ યોજાયો હતો ,શિનોર પોલીસે ઉભરતી પેઢીના ભવિષ્યના જવાબદાર નાગરિક તરીકે પોતાના સમાજ માટે કંઈ કરી બતાવાની પ્રેરણા સાથે બાળકો આગળ વધે અને સમાજ અને દેશ ને મદદરૂપ થાય તેવી શુભેછાઓ પાઠવી હતી…

રિપોર્ટર / મોઇન રાઠોડ શિનોર વડોદરા


Share to

You may have missed