નેત્રંગ મામલતદાર કચેરી દ્રારાEVM – VVPAT નિદશઁન રથ ગામેગામ ફરી મતદાન કેવી રીતે કરવુ તે બાબતની સમજ આપતા કમઁચારીઓ.

Share to

લોકસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૪.
ને લઇ ને.

નેત્રંગ. તા.૦૯-૦૧-૨૦૨૪.

આગામી દિવસોમા અવસર લોકશાહીનો લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ આવી રહ્યો છે, જેના માટે ની તડામાર તૈયારીઓ કેન્દ્ર તેમજ રાજય ચુંટણી પંચ થકી ચાલી રહી છે.
જેના ભાગ રૂપે ભરૂચ જીલ્લા કલેક્ટર તુષાર સુમેરા ના નેજા હેઠળ જીલ્લા ભરમા ચુંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે નેત્રંગ મામલતદાર રીતેષ કોકણી ના માગઁદશઁન હેઠળ મતદાન વિભાગ ના નાયબ મામલતદાર શૈલેષ વસાવા તેમજ કચેરીના કમઁચારીઓ ૧૫૨ ઝધડીયા વિધાનસભા મત વિભાગ મા નેત્રંગ તાલુકાના ૭૮ ગામોમા નો સમાવેશ થયેલ છે, ત્યારે નેત્રંગ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમા આ ઇવીએમ – વીવીપેટ નિદશઁન (એમડીવી ) રથ ફરી રહ્યો છે. અને મતદાતાઓએ વિજાણુ મતદાન યંત્ર તથા વીવીપેટ દ્રારા આપનો મત કેવી રીતે આપશો ? ની સમજ મતદાતાઓ ને સમજાવી રહ્યા છે. આ રથ નેત્રંગ નગર મા આજરોજ વિવિધ ફળીયાઓમા ફરીને સમજ આપતા મતદાતાઓએ મોટી સંખ્યા મા એકત્ર થઇ સમજ મેળવી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to