ધારાસભ્ય ચૈતર વસાવાના સમથઁનમાં નેત્રંગમાં આમ આદમી પાર્ટીનું ૭ જાન્યુઆરીએ શક્તિ પ્રદશઁન

Share to



* મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ-ભગવંત માન જાહેરસભા સંબોધશે

* બંને મુખ્યમંત્રી ચૈતર વસાવા અને પરીવારની પણ મુલાકાત કરવાની શક્યતા



ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વનવિભાગના કમઁચારી વચ્ચે થયેલ માથાકુટના ઘેરા પ્રત્યાઘાટ પડ્યા છે.ડેડીયાપાડા પો.સ્ટેશનમાં ચૈતર વસાવા વિરૂદ્ધ ફરીયાદ થતાં ફરાર રહ્યા બાદ આખરે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સામે ધરપકડ વ્હોરી હતી.હાલ ચૈતર વસાવા જેલમાં છે.પરંતુ ચૈતર વસાવાના સમથઁનામાં આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન નેત્રંગમાં ચૈતર વસાવાના સમથઁનમાં વિશાળ રેલી કરવામા માટે ૭ જાન્યુઆરીએ આવી રહ્યા છે.જેમાં સુરત એરપોર્ટ ઉપર સવારે બંને મુખ્યમંત્રીનું આગમન થયા બાદ નેત્રંગમાં રેલી સ્થળ ઉપર આવીની ચૈતર વસાવાના સમથઁનમાં રેલીને સંબોધન કરશે.ત્યારબાદ ચૈતર વસાવાના પત્ની વષૉબેન વસાવા,માતા અને બાળકોની મુલાકાત માટે બોગજ-કોલીવાડા ગામે પણ જશે તેવું જાણવા મળ્યું છે.પરંતુ બંને મુખ્યમંત્રીઓ ચૈતર વસાવાની મુલાકાત માટે રાજપીપલા જેલમાં જશે કે નહીં તે હાલ સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી.

ઉલ્લેખનીય છે કે,ચૈતર વસાવાના સમથઁનમાં રેલી યોજી આમ આદમી પાર્ટી પોતાનો જનાધાર મજબુત કરી રહી છે તેવી ભાજપની નેતાગીરી આમ આદમી પાર્ટી વિરૂદ્ધ આક્ષેપ કરે છે.હાલ કોંગ્રેસ પણ ચૈતર વસાવાના સમથઁનમાં રેલી યોજાઈ રહી છે તેનાથી રાજકીય અંતર રાખી રહ્યું છે.તેવા સંજોગોમાં નેત્રંગમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ-ભગવંત માનના આગમનથી ભાજપ-કોંગ્રેસ,બીટીપી અને આમ આદમી પાર્ટી વચ્ચે ભરૂચ લોકસભા બેઠક માટે રાજકારણ ગરમાયું છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to