જુનાગઢ ના ભેસાણ ના માધવ શૈક્ષણિક સંકુલ માં ધોરણ સાતમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓએ સ્પોર્ટ સ્પર્ધામાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો

Share to

Dnsnews.જૂનાગઢ 13-12-23

ભેંસાણ તાલુકા નુ ગૌરવ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી ઇન સ્કુલ શાળા યોજના હેઠળ “શ્રી માધવ સ્કુલ માં અભ્યાસ કરતી કાછડિયા એન્જલ પરસોત્તમભાઈ જુડો-ખેલો ઇન્ડિયા એસોસિએશન દ્વારા આયોજીત ૩rd ખેલો ઇન્ડિયા વુમન જુડો લીગ બહેનો ની સ્પર્ધા અમદાવાદ ખાતે આયોજીત ટુર્નામેન્ટ માં જુડો રમતમાં 28 Kg. વેઈટ કેટેગીરી માં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શાળા પરીવાર તેમજ માતા-પિતા નું નામ રોશન કર્યું હતું તેમજ
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી ઇન સ્કુલ શાળા યોજના હેઠળ “શ્રી માધવ સ્કુલ ભેંસાણ “ડિ. જુનાગઢ ની રાવલિયા કિષા જયેશભાઈ જુડો એસોસિએશન દ્વારા આયોજીત સબ જુનિયર બહેનો ની સ્પર્ધા વડોદરા ખાતે આયોજીત ટુર્નામેન્ટ માં જુડો રમતમાં 32 Kg. વેઈટ કેટેગીરી માં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી શાળા પરીવાર તેમજ માતા-પિતા નું નામ રોશન કર્યુ…


મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed