સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ઝેડ સી એલ કેમિકલ લિમિટેડ અંકલેશ્વર ના સૌજન્ય અને સેવા રૂરલ ઝઘડિયા દ્વારા ભમડિયા ખાતે આંખ તપાસ ઓપરેશન નો કેમ્પ યોજાયો

Share to

કેમ્પમાં ટોટલ 327 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી..

પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા 11-12-23

તારીખ 10 12 2023 ના રવિવારના રોજ સાર્વજનિક માધ્યમિક શાળા ભમરીયા ગામ ખાતે મફત આંખનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ઝગડીયા સેવારૂરલ ના આંખના સર્જન દ્વારા આંખની તપાસ તેમજ આંખના રોગની તકલીફો જેવી કે આંખ ઝહાખ વળતી હોય દુખતી હોય તથા ચોટતી હોય,આંખ લાલ રહેતી હોય વિગેરે તકલીફોનું મફત નિદાન અને સારવાર કરવામાં આવી હતી

તેમજ મોતિયો જામર વેલ નાસોર જેવા ઓપરેશનની જરૂર હોય તેવા દર્દીઓની સારવાર માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.. આ કેમ્પમાં ટોટલ 327 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી તેમજ આંખના દર્દીઓ માટે 271 જેટલા મફત ચશ્મા આપવામાં આવ્યા હતા આ કેમ્પમાં ઝેડસીએલ કંપની એચઆર મેનેજર જગદીશ ચૌહાણ ટ્રસ્ટ ના ઉપપ્રમુખ ચંદુભાઈ વસાવા શાળાના આચાર્ય જયેશ બામલીયા રમણભાઈ પરમાર શહીત સેવારૂરલ ઝગડીયા ના સ્ટાફ અને આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..


Share to

You may have missed