November 21, 2024

ઝગડીયા GIDC મા આવેલ આરતી કંપની મા HCL લીકેજ થવાના મસેજ સોશ્યિલ મીડિયા મા વહેતા થયા…

Share to

DNSNEWS REPORT

ઝગડીયા તાલુકામાં અનેક કંપની મા અકસ્માતો બનતા રહેતા હોઈ છે ત્યારે ગતરોજ સોશ્યિલ મીડિયા મા વાયરલ મસેજ મા ઝગડીયા જી આઈ ડી સી ખાતે આવેલ આરતી કંપની મા HCL લીકેજ થવાના સહિત બાલાસ્ટ ની ઘટના બની હોવાની વાતે જોર પકડ્યું છે… પરંતું હજુ કોઈ તેના વિશે ચોક્કસ માહિતી કંપની સતાધિસો દ્વારા હજુ આપવામાં આવી નથી..ત્તયારે સોશ્યિલ મીડિયા મા ફરતા થયેલ વાયરલ મેંસેજ વિશે સત્યતા કેટલી.?.. શુ ખરેખર ઝગડીયા ની આરતી ઇન્ડસ્ટ્રીઝ મા કોઈક HCL લીકેજ કે બ્લાસ્ટ થયો છે ખરો ? અને જો બલાસ્ટ થયો છે તો તે ક્યાં વિભાગ મા અને ક્યાં કારણોસર થયો ?જો બલાસ્ટ થયો છે તો શુ તેમાં કોઈ કર્મચારી ને ઈજાઓ પોહચી છે? અને જો કોઈ કર્મચારી ઘાયલ અથવા ઇજાઓ પોહચી છે તેવા કર્મચારી કેટલા તે એક પ્રશ્ન ?

અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા ના ઉદ્યોગો મા મોટા પાયે અકસ્માતો બનતા રહેતા હોઈ છે જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત અને મૃત્યુ પણ પામતા હોઈ છે જેમાં કેટલાક ઉદ્યોગો અકસ્માત મા મૃત્યુ પામનાર કર્મચારીઓ ને તેઓ ની સાથગાંઠ વાળી હોસ્પીટલ મા દાખલ કરી અને ખોટા રિપોર્ટ બનવડાવી ને ભોગ બનનાર ના અશ્રીતો ને ધમકાવી અને ફોશલાવી ને નાની રકમ પકડાવી મામલા ને દબાવવાનો કારસો ઘણા સમયથી ચાલી રહ્યો હોવાની વાતો વહેતી થઈ છે ત્યારે આરતી કંપનીમા જો બ્લાસ્ટ અથવા HCL લીકેજ ના મસેજ જો સાચા કે ખોટા હોઈ તો આ મામલે આરતી કંપની સતાધિસો કોઈ આધિકારીક સૂચના નિવેદન આપશે ખરા અથવા આમાં GPCB, સેફટી વિભાગ,ઝગડીયા મામલતદાર, પ્રાંત અધિકારીઓ તપાસ કરશે ખરા ,કે પછી ભીનું સંકેલાય જશે….તે જોવું રહ્યું….

#DNSNEWS, દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા


Share to

You may have missed