સાગબારા પોલીસ ને સફળતા મોટાપાયે થતી દારૂ ની ખેપ ઝડપી પાડી

Share to



ઈકરામ મલેક: રાજપીપળા

નર્મદા ના સરહદી વિસ્તારમાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તરફ થી ગેરકાયદેસર દારૂ ઘુસાડવાના પ્રયત્નો બુટલેગરો દ્વારા અવાર નવાર થતા હોય છે. ત્યારે આવોજ એક પ્રયાસ કરવા જતા એક આરોપી સાગબારા પોલીસ ના હાથે ઝડપાઈ ગયો છે અને બીજો નાસી જવામાં સફળ થતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે.

સાગબારા પોલીસ મથક ના ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ 29 નવેમ્બર 2023 ના રોજ સાગબારા ના પાંચ પીપળી ત્રણ રસ્તા પાસે એક દારૂ ભરેલી કાર આવી રહે છે તેવી બાતમી મળતા પોલીસ એલર્ટ બની હતી અને વોચ ગોઠવી હતી ત્યારે મહારાષ્ટ્ર પાસિંગ ની i20 હુંડાઈ કાર આવતા પોલીસે તેને અટકાવવા નો ઈશારો કરતાજ કાર મા બેઠેલો અન્ય ઈસમ કાર થોભાવી નાસી છૂટ્યો હતો જ્યારે ચાલક પકડાઈ ગયો હતો.

પોલીસે કાર ની તલાશી લેતા મોટા પ્રમાણ માં ગેરકાયદેસર ભારતીય બનાવટ નો ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો ચાલક નું નામ પૂછતાં તેને પોતાનું નામ સુનિલ ઝામુ હળપતિ ઉ.30 રહે.કુંતા વાડી જી.વલસાડ હોવાનું અને ભાગી છૂટેલા અન્ય આરોપી નું નામ હેમંત ઉર્ફે હાર્દિક પટેલ રહે.વટાર જી.વલસાડ હોવાનું ખુલ્યું હતું. પોલીસે દારૂ અને કાર મળી કુલ 5 લાખ કરતા વધુ નો મુદ્દામાલ કબજે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.


Share to