રિપોર્ટર…..નિકુંજચૌધરી
મળતી માહિતી મુજબ, પુના સ્થિત ઇન્ડિયન આર્મી નોર્થન કમાંડ નું આ હેલિકોપ્ટર નાશિક થી જોધપુર જાઈ રહ્યું હતું. જે દરમિયાન માંડવી તાલુકા વિસ્તાર માંથી પસાર થતી વખતે ટેકનિકલ ખામી ના કારણે હેલિકોપ્ટર ના emergamcy લેન્ડિંગ ની સ્થિતી નું નિર્માણ થતાં, પાયલટ દ્વારા સુઝબુઝ રાખી સુરક્ષિત સ્થળ ની શોધમાં માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માંડવીના સઠવાવ મુકામે લેન્ડિંગ કરવામાં આવ્યું. તેવા અજુક્ત સમયે સ્થાનિકોમાં ભય નુ વાતાવરણ સર્જાયું હતું. પરંતુ આખરે પાયલટ દ્વારા સઠવાવ ગામની સીમમાં આવેલ ખુલી જગ્યા માં હેલિકોપ્ટર સુરક્ષિત રીતે લેન્ડ થતાંજ મોટી દુર્ઘટના તળી હોવાનું જણાવતા લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો.હાલ, ટેકનિકલ ખામી ના કારણે લેન્ડિંગ કરાયેલ હેલિકોપ્ટર માટે ની મરામત માટે બચાવ હેલિકોપ્ટર આવી જતા, બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.માંડવી પોલીસને જાણ થતાં, માંડવી પોલીસ ના જવાનો ઘટના સ્થળે સુરક્ષા ઘેરો કરવા તૈનાત થઈ હતી.
*રાજ્યમંત્રી કુંવરજી હળપતિ દ્વારા હેલિકોપ્ટર લેન્ડીંગ કરાયું હોવાની જાણ થતાં તત્કાળ સ્થળની મુલાકાત લઈ પાયલટ સાથે સંવાદ યોજી સ્થિતિ નો ત્યાગ મેળવી જરૂરી સુરક્ષા વ્યવસ્થા માટે ના સૂચનો કરાયા હતા.*
*સાંસદ પરભુ વસાવા દ્વારા પણ સ્થાનિક પ્રશાસન અને પાયલટ સાથે સંવાદ કરી તમામ બાબતે સહયોગ કરવાનું જણાવાયું હતું.*
