September 7, 2024

આદિવાસી સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, ખોટી ફરિયાદ કરાઈ હોવાની રજૂઆત

Share to



ભરૂચ-નર્મદા જિલ્લા સહિત આદિવાસી સંગઠનો દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર ખોટા કેસ અને જંગલની જમીનોમાં આદિવાસી ખેડૂતોને મળે હક્ક-અધિકારની સુરક્ષા માટે કલેકટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું.

ગુજરાત રાજ્ય મહામહિમ રાજ્યપાલને સંબોધીને આજરોજ ભરૂચ-નર્મદા જિલ્લા સહિત આદિવાસી સંગઠનોના આગેવાન હેમેન્દ્રકોઠીવાલા,વિનય વસાવા સહિતના આગેવાનો દ્વારા ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવવામા આવ્યું જણાવ્યા અનુસાર ડેડિયાપાડાના બોગજ કોલીવાડા ખાતે આદિવાસી ખેડૂતો દ્વારા જંગલ અધિકાર કાયદા- ૨૦૦૬ મુજબ જંગલમાં જમીન ખેડતા આદિવાસીઓને પોતાના હકક-અધિકાર આપવા તેમજ મળેલ હક્કો સુરક્ષિત રાખવા કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે.

છતાં જંગલા ખાતાના અધિકારીઓ આદિવાસી ખેડૂતને આપેલ નજર અંદાજ કરી કપાસના ઉભા પાકનો નાશ કરવા સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે દખલગીરી કરી ખેતીના ઉભા પાકને કાપી ખેતીમાં નુકશાન કરનાર જંગલ ખાતા પાસેથી આદિવાસી ખેડૂતને નુકશાનનું વળતર ચૂકવવા બાબતે હતું જે બાબતની રીસ રાખી ચાર દિવસ બાદ જંગલ ખાતાના અધિકારીઓએ ધારાસભ્ય અને તેઓના પત્ની સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.જે ખોટી ફરિયાદ હોવા સાથે તેને રદ્દ કરવાની માંગણી કરવામાં આવી છે.અને યોગ્ય ન્યાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


Share to

You may have missed