ઝઘડિયા ના હનુમાન ફળિયામાં રૂપીયા 1,56,100 /- નો મારુતિ ઝેન ગાડી ની અંદર માં સંતાડેલ વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા દૂરદર્શી ન્યૂઝ 10-11-23

લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની બુટલેગરો ઉપર તવાઈ યથાવત હોઈ તેમ આજરોજ ઝઘડીયા પો.સ્ટે.નાં ઝઘડીયા ટાઉનમાં હનુમાન ફળીયામાં એક ફોરવ્હીલ ગાડીમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ ને ઝડપી પાડ્યો હતો જેમાં રૂ. ૫૬,૧૦૦/-દારૂ તથા મુદ્દામાલ ઝડપી પાડી ઝગડીયા ના હનુમાન ફળીયાના રહેવાસી મુકેશભાઇ ઝીણાભાઇ
રાવળ ને વોન્ટેડ જાહેર કર્યો હતો….ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાઓએ દિવાળીનો તહેવાર હોય જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્રોહી/જુગારની પ્રવૃતિ ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે

જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન આજ રોજ પો.સ.ઇ. એમ.એમ.રાઠોડ એલ.સી.બી. ભરૂચ નાઓ ટીમ સાથે ઝઘડીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, “ઝઘડીયા ટાઉન વિસ્તારમાં આવેલ હનુમાન ફળીયાના રહેવાસી મુકેશભાઇ ઝીણાભાઇ રાવળ નાઓએ પોતાની મારૂતી ઝેન ગાડી નંબર- GJ-02-R-2047 માં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખેલ છે” જે મળેલ હકીકત આધારે બાતમીવાળી જગ્યા હનુમાન ફળીયા ખાતે રેડ કરી મારૂતી ઝેન ગાડીમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૪૭૭ કિંમત રૂા. ૫૬,૧૦૦/- તથા ઝેન ગાડી નંબર- GJ-02-R-2047 કિં.રૂ. ૧,૦૦,૦૦૦/- મળી કુલ મુદામાલ કિં.રૂ. ૧,૫૬,૧૦૦/- નો મુદામાલ પકડી પાડી એક ઇસમને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબીશન એક્ટની
સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ઝઘડીયા પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે વોન્ટેડ આરોપી મુકેશભાઇ ઝીણાભાઇ રાવળ રહે, હનુમાન ફળીયું ઝઘડીયા તા-ઝઘડીયા જી-ભરૂચ કબ્જે કરેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો કુલ નંગ-૪૭૭ કુલ કી.રૂ. ૫૬,૧૦૦/-
(૨) મારૂતી ઝેન ફોર વ્હીલ નંબર-GJ-02-R-2047 કિં.રૂ. ૧,૦૦,૦૦૦/-કુલ મુદ્દામાલ કી.રૂ. ૧,૫૬,૧૦૦/- કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…


Share to

You may have missed