December 21, 2024

‘વોકલ ફોર લોકલ’નો સંકલ્પ લઈ સ્વદેશી વસ્તુઓ ખરીદી કરવા અનુરોધ કરતા સાંસદશ્રી મનસુખભાઈ વસાવા,

Share to



વોકલ કોર લોકલ’ના મંત્રને ચરિતાર્થ કરીને સ્થાનિક ઉત્પાદનોને ગ્લોબલ’ બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. ભરૂચ ખાતે હસ્તકલા યોજના અંતર્ગત ‘દિવાળી હસ્તકલા’ પ્રદર્શન મેળામાં “વોકલ ફોર લોકલ’નો સંકલ્પ સાકાર થાય અને નાના વેપારીઓનું આર્થિક સાક્તિકરણ થાય એવા ઉમદા ઉદ્દેશ સાથે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ vocal for local ની જાગૃતિ માટે અનોખી પહેલ કરી છે. તેમણે ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડમાંથી સ્વદેશી દિવા અને દિવાળી સજાવટની વસ્તુઓની ખરીદી કરી હતી.

દીવાઓનો મહિમા છે અને એમને પ્રોત્સાહિત કરવાની આપણો માનવીય સદ્દભાવ છે, હસ્તકલા મેળાના માધ્યમ થકી લોકલ દુકાનદારો પાસેથી ચિજ વસ્તુઓ ખરીદવા અને વોકલ ફોર લોકલ બનવા જાહેર અપીલ કરી દિવાળી ‘ખુશીઓની દિવાળી’ બનાવવા શહેરીજનોને તેમણે અનુરોધ કર્યો હતો



મિતેશ આહીર
બ્યુરો ચીફ, ભરૂચ
DNS NEWS


Share to

You may have missed