ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા એ વન કર્મચારીઓ ને માર મારી હવામાં ફાયરિંગ કર્યું : જિલ્લા પોલીસ વડા

Share to



– ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદ બાદ ધારાસભ્ય ભૂગર્ભમાં,પોલીસે તેમની પત્ની સહિત ત્રણ ની અટક કરી

– ધારાસભ્ય સહિત નાં આરોપીઓ સામે રાઇટીંગ, આર્મસ્ટ એક્ટ સહિત ની કલમો સાથે ગુનો નોંધાયો

– 29 તારીખ ની ઘટના બાદ ગુનો મોડો દાખલ થયો અને ઓનલાઇન કોઈ ફરિયાદ જણાતી નથી કે પત્રકાર પરિષદ માં પણ પોલીસે કોઈજ પ્રેસનોટ આપી નથી તો ફરિયાદ ક્યાં થઈ અને કોણે કરી તેવા સવાલ પણ ઉઠ્યા

(ઈકરામ મલેક દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ગામોમાં ગેરકાયદેસર જંગલ જમીન માં ખેડાણ ને લઈને વનવિભાગ નાં બિટગાર્ડ ને ડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા ઍ ઘરે બોલાવી ને ધમકાવ્યા અને મારમારી કરી જેથી બીટગાર્ડ દ્વારા દેડીયાપાડા પોલીસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા પોલીસ માં ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે એ યોજેલી પત્રકાર પરિષદ માં જણાવ્યું હતું.પોલીસ વડા એ વઘુમાં એમ પણ જણાવ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા એ વન કર્મીઓ ને માર મારી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું છે અને ધારાસભ્ય તેમના પીએ તેમની પત્ની સહિત નાઓ વિરૂદ્ધ ધાક ધમકી મારા મારી અને ફાયરિંગ જેવી ઘટના બનતા આ તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
જોકે 29 તારીખ ની ઘટના બાદ ગુનો મોડો કેમ દાખલ થયો અને ઓનલાઇન કોઈ ફરિયાદ જણાતી નથી કે પત્રકાર પરિષદ માં પણ પોલીસે કોઈજ પ્રેસ નોટ આપી નથી તો ફરિયાદ ક્યાં થઈ અને ફરિયાદ કોણે આપી તેવા સવાલ પણ ઉઠ્યા છે, માટે જિલ્લા પોલીસ વડા નાં ઇન્ટરવ્યૂ પરથી માનવું રહ્યુ કે આ ઘટના બની અને ગુનો દાખલ થયો છે.
ઘટના ની વધુ વિગત મુજબ ફોરેસ્ટ ની જમીન પર ખેડાણ બાબતે વન વિભાગ નાં કર્મચારીઓ અને ખેડૂતો વચ્ચે માથાકુટ થઈ ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવા એ વન કર્મીઓ ને તેમના ઘરે બોલાવી ધાક ધમકી આપી અને હવા માં ફાયરિંગ કર્યું હોવાનું જિલ્લા પોલીસ વડા દ્વારા જાણવા મળ્યું છે. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે જણાવ્યું કે હાલ ત્રણ વ્યક્તિ ની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા નાં પત્ની સકુંતલાબેન તેમના પીએ જીતેન્દ્રભાઈ અને એક ખેડૂત રમેશભાઈ ની ધરપકડ કરવામાં આવી છે. ધારાસભ્ય ની અટક કરવાની બાકી છે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


Share to