ચૈતરભાઈ વસાવા ના સમર્થન મા ડેડીયાપાડા બંધ નું એલાન અપાયું

Share to
ઈકરામ મલેક: રાજપીપળા

વનકર્મીઓ ને મારા મારી ખંડણી સહિત આર્મ્સ એકટ જેવા અતિ ગંભીર ગુનાઓ ના આરોપો સાથે ડેડીયાપાડા ના એમ.એલ.એ ચૈતરભાઈ વસાવા અને તેમની ધર્મ પત્ની શકુંતલા બેન, પી.એ જીતેન્દ્ર ભાઈ વસાવા અને અન્ય એક સહિત ચાર સામે ડેડીયાપાડા પોલીસ મથકે ગુનો દાખલ થતા ચકચાર મચી જવા પામી છે.

ઉમરગામ થી અંબાજી સુધી ના આદિવાસી બેલ્ટ મા ભારે લોકપ્રિયતા ધરાવતા ચૈતરભાઈ સામે આ પ્રકારનો ગંભીર ગુનો દાખલ થતા રાજકીય અને સામાજિક પ્રત્યાઘાતો પડે એવી સંભાવનાઓ વચ્ચે આવતીકાલે ડેડીયાપાડા બંધ એલાન કરતા પોસ્ટરો ડેડીયાપાડા પંથક માં લાગતા લોકોમા ઉચાટ વ્યાપી ગયો છે. ત્યારે આવતી કાલે શું થશે ?? એવી આશંકાઓ વચ્ચે ઉચાટ વ્યાપી જવા પામ્યો છે.

હાલ તો ચૈતરભાઈ વસાવા ના પત્ની અને પી.એ સહિત અન્ય એક ની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરાયા હતા એવી માહિતી મળી રહી છે, ત્યારે ધારાસભ્ય ચૈતરભાઈ ચૂંટાયેલા વિધાનસભા ના સદસ્ય હોઈ ને પોલીસ તેમની સીધી ધરપકડ કરી શકે નહીં તેમની ધરપકડ કરતા પહેલા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે, જો વિધાનસભા અધ્યક્ષ મંજૂરી આપે તોજ તેમની ધરપકડ પોલીસ કરી શકે એમ જાણકારો કહી રહ્યા છે.


Share to