પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા
ઝઘડીયા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાં માલજીપુરા બસ સ્ટેન્ડ નજીકથી ફોરવ્હીલ
ગાડીમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિં.રૂ ૧,૨૦,૦૦૦/- ના
મુદ્દામાલ સાથે ડેડીયાપાડા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામા છેલ્લા એક વર્ષથી નાસતા
ફરતા આરોપીને ઝડપી પાડી પ્રોહિબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપ સિંહ સાહેબ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા સાહેબનાઓ દ્વારા જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિઓ
સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્રોહી/જુગારની પ્રવૃતિ
ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે. પોલીસ ઇન્સપેક્ટરશ્રી ઉત્સવ બારોટ એલ.સી.બી. ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન આજ રોજ પો.સ.ઇ. એમ.એમ.રાઠોડ
ની ટીમ ઝઘડીયા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે “
ઝોકલા ગામનો સુરેશ રામુ વસાવા તેની પાસેની બ્લેક કલરની રેનોલ્ટ ટ્રાઇબર ગાડી નંબર-GJ-05-RP-
5318 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નેત્રંગથી વાલીયા તરફ આવનાર છે”
જે બાતમી આધારે નેત્રંગ
ચોકડી ખાતે વોચ તપાસમાં હતા દરમ્યાન ઉપરોક્ત બાતમી વર્ણનવાળી ફોર વ્હીલ ગાડી આવતા તેને
રોકવાનો પ્રયત્ન કરતા ડ્રાઇવરે ત્યાંથી ગાડી ભગાવેલ જેનો પીછો કરી માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક
તેને રોકી લઇ ગાડીમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૧૨૦૦ કિંમત
રૂા. ૧,૨૦,૦૦૦/-ના મુદામાલ સાથે એક આરોપીને પકડી લઇ તથા માલ આપનાર એક ઇસમને વોન્ટેડ
જાહેર કરી પ્રોહિબીશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ઝઘડીયા જી.આઇ.ડી.સી. પો.સ્ટે.
ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. તથા ડેડીયાપાડા પો.સ્ટે ખાતે જાણ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી-
(૧) સુરેશભાઇ રામુભાઇ વસાવા ઉ.વ. ૪૨ રહે, ઝોકલા ગામ ઝરા ફળીયું તા-વાલીયા જી-ભરૂચ
વોન્ટેડ આરોપી:-
(૨) હર્ષદભાઇ મદનભાઇ ચૌધરી રહે, અંબે ગ્રીન સોસાયટી ગોટપાડા એસ.બી.આઇ. બેન્કની પાછળ તા-
સાગબારા જી-નર્મદા
કબ્જે કરેલ મુદામાલ-
(૧) ભારતીય બનાવટના વિદેશી દારુની કુલ નાની બોટલ નંગ- ૧૨૦૦ ની કિં.રૂ. ૧,૨૦,૦૦૦/-
(૨) રેનોલ્ટ ટ્રાઇબર ગાડી નંબર-GJ-05-RP-5318 કિં.રૂ. ૫,૦૦,૦૦૦/-
મળી કુલ કી.રૂ. ૬,૨૦,૦૦૦/- નો મુદ્દામાલ
વોન્ટેડ ગુનાની વિગત-
ડેડીયાપાડા પો.સ્ટે ગુ.ર.નં. “સી” પાર્ટ ૧૧૮૨૩૦૦૪૨૨૦૦૯૭/૨૦૨૨ પ્રોહિ એક્ટ કલમ-૬૫ (એ)(ઇ),
૯૮(૨), ૮૧, ૮૩ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો…
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.