December 11, 2023

ધારાસભ્ય દ્વારા અસરગ્રસ્ત પરિવારને વહારે આવી 21 હજાર રૂપિયા નો ચેક અર્પણ કર્યો

Share to

ગુંદીયા ગામે ગેસ નાં બોટલ લીકેજ થવાના કારણે આગ લાગતાં આખું ઘર બળીને ખાખ


ગુંદીયા ગામે ભરતભાઈ છીડીયા ભાઈ વસાવાના ઘરે ગેસનાં બોટલ માંથી ગેસ લીકેજ થવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી આગમા ઘરવખરી થી માંડીને અગત્યના નાં તમાંમ પરિવારના સદસ્યો નાં આધારકાર્ડ રેશનકાર્ડ ચુંટણી કાર્ડ તથા તમામ અગત્યનાં ડોક્યુમેન્ટ બળીને ખાખ થય જવા પામ્યા હતા જેની જાણ ઝઘડિયા વિધાનસભા નાં ધારાસભ્ય રીતેષભાઈ વસાવા ને થતાં ઘટનાસ્થળે પહોંચી પરિવાર જનો ને સાતવના પાઠવી અસરગ્રસ્ત પરિવારને સહાય પેટે ૨૧ હજાર નો ચેક અર્પણ કર્યો હતો ધારાસભ્યો દ્વારા અસરગ્રસ્તના વાહરે આવી માનવંતા મેહકાવી હતી.તેમજ પરિવારની ડોક્યુમેન્ટ કઢાવી આપવામાં બને તેટલી મદદરૂપ થવા ની ખાતરી આપી હતી પરિવાર જનો એ ધારા સભ્ય રિતેશ ભાઈ વસાવા નો આભાર વ્યક્ત કર્યો હતો.


Share to

You may have missed