અમરેલી ધારી તાલુકાના હરીપર ગામે સરદાર પટેલ સાહેબ ની જયંતિ ની ઉજવણી કરવામાં આવી
સરદાર વલ્લભભાઈ પટેલ ના જન્મદિવસ છે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે જેમાં લોખંડની પુરુષનું બિરુદ પામેલા સરદાર પટેલ આ દેશની એકતા આપવામાં ખૂબ જ મોટો ફાળો આપેલ છે તેના મનમાં આ દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે
સરદાર વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વાતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.
તેમનો ઉછેર ગુજરાતના ગામડા (કરમસદ)માં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થાય છે. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવા તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીની સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટેના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું હતું. સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા – રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ) ના રચયિતા હોવાથી -પેટ્રન સૈન્ટ- તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતીના આ ઉજવણીના પ્રસંગે ધારાસભ્ય જેવી કાકડીયા તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી માજી ધારાસભ્ય મનસુખભાઈ ભુવા નલીનભાઈ કોટડીયા તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા તાલુકા પંચાયત સદસ્ય અતુલભાઇ કાનાણી અનવર ભાઈ લલિયા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હર્ષદભાઈ રાવલ ડિરેક્ટર ખોડાભાઈ ભુવા દાતા શ્રી ધનંજયભાઈ સોજીત્રા હિંમતભાઈ સોજીત્રા તાલુકા ભાજપ મહામંત્રી મૃગેશભાઈ કોટડીયા કિસાન મોરચાના મહામંત્રી પરેશભાઈ પટણી ધારીના પી.આઈ દેસાઈ સાહેબ હરીપરા ગામના સરપંચ ભરતભાઈ ડાભી ઉપસરપંચ કાળુભાઈ સોજીત્રા વિનુભાઈ કાથરોટીયા જીગ્નેશભાઈ હીરાણી પંકજભાઈ સોજીત્રા રવિભાઈ હિરાણી સીપી રૂડાણી અરવિંદભાઈ કોલડીયા જીતુભાઈ સાવલિયા વિજયભાઈ સાવલિયા તેમજ આ સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ભાઈઓ બહેનો માતાઓ હાજર રહ્યા હતા
રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.