November 6, 2024

અમરેલીના બગસરા તાલુકાના હાલરીયા ગામમાં 45 લાખના ખર્ચે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જે,વી, કાકડીયા

Share to



અમરેલીના બગસરા તાલુકાના હાલરીયા ગામના વિદ્યાર્થીઓ હવે નવી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરશે જેમાં વાલીઓ દ્વારા ઘણા સમયથી માગણી કરી રહ્યા હતા કે અમારા ગામમાં નવી શાળા બને અને અમારા બાળકો ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરી શકે તેના માટે ધારાસભ્ય જે,વી, કાકડીયા ને રજૂઆત કરવામાં આવેલી હતી આજે ૪૫ લાખ રૂપિયા પ્રાથમિક શાળા નવી બનાવવા માટે મંજૂર થયા છે વિદ્યાર્થીના વાલીઓ ઇચ્છી રહ્યા હતા કે અમારા બાળકો આઇ,પી,એસ આઈ,એ,એસ જેવા ગામડામાં અભ્યાસ કરીને ઓફિસર બને આજે આ વાલીઓની માગણી પૂરી કરવામાં આવી છે ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આજે એકદમ નવનિર્મિત નવી પ્રાથમિક શાળાનું 45 લાખના ખર્ચે ધારાસભ્ય જે,વી, કાકડિયા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં
તાલુકા પંચાયત સભ્ય અશ્વિનભાઈ કોરાટ, સરપંચ પીયૂષભાઈ કોરાટ, ડી.કે, લખુભાઈ, જયંતીભાઈ, હરેશભાઈ ધાધલ, પુનાભાઈ, ઘનશ્યામભાઈ સહિતના આગેવાનો વિદ્યાર્થીઓ વાલીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા

રિપોર્ટર મહેશ કથિરીયા


Share to

You may have missed