December 23, 2024

અમરેલીના લાઠી તાલુકાના અડતાળા ગામમાં કથીરિયા પરિવારના કુળદેવી ખોડીયાર માતાજીના મંદિરે પાટોત્સવ યોજાશે

Share to



અમરેલીના લાઠી તાલુકાના અડતાળા ગામમાં ખોડીયાર માતાજી મંદિરે ગુજરાત ભરના સમસ્ત કથીરિયા પરિવાર દ્વારા કારતક સુદ આઠમ અને સોમવારના તારીખ 20 11 23ના રોજ કથીરિયા પરિવારના કુળદેવી ખોડીયાર માતાજીના મંદિરે માતાજીના મહાયજ્ઞ પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તેમજ તારીખ 19 11 2023 ના સાંજના સમયે રાત્રે ડોડીયાળી ગામનું જય ભવાની રામામંડળ રમાડવામાં આવશે છે ઉપરાંત તારીખ 20 11 2023 ના રોજ સવારના 8: થી 5 કલાક સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મોટા પ્રમાણમાં આ બ્લડ એકત્ર કરીને જરૂરિયાતમંદ લોકોને જેવા કે થેલેસેમિયગ્રસ્ત બાળકોને તેમજ ડીલવરી કેસ આવતો હોય તેવી મહિલાઓને તેમજ ગંભીર અકસ્માતમાં આ બ્લડની ખૂબ જ જરૂરિયાત પડતી હોય તો આ બ્લડ એકત્ર કરીને એકદમ ફ્રીમાં આ બ્લડ આપવામાં આવશે તો વધારેમાં વધારે બોહળી સંખ્યામાં લોકો રક્તદાન કરે ગુજરાત ભરના સર્વ કથીરિયા પરિવારને અડતાળા ગામના કુળદેવી ખોડીયાર માતાજીના મંદિરે પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે માતાજીની આરતી દર્શન ભોજન પ્રસાદ તેમજ રામામંડળમાં પધારવા માટે ઉમેશભાઈ તેમજ સમસ્ત કથીરિયા પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવે છે

રિપોર્ટર,મહેશ કથિરીયા


Share to

You may have missed