October 18, 2024

ઝગડીયા તાલુકામાં સસ્તા અનાજ ના વિક્રેતા દ્વારા ગરીબો ને અનાજ ના આપતા હોવાની લીમોદ્રા ના સરપંચ ની ફરિયાદ..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 28-10-23

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના લીંમોંદરા ગામે સસ્તા સરકારી અનાજની દુકાનધારક દ્વારા ગામના લોકોને અનાજ ઓછું તેમજ સિસ્ટમ ના ચાલતી હોવાના કારણે લોકો ને અનાજ ના મળતા હોવાની સરપંચ દ્વારા જાગૃત આગેવાનોને ટેલિફોનિક સંપર્ક કર્યો હતો તેમજ તેઓ એ પોતાના લીમોદ્રા ગામમાં આવેલ સરકારી અનાજ ની સસ્તા ભાવ ની દુકાન માં ભ્રસ્ટાચાર ની ફરિયાદ કરી હતી લીમોદરા ગામ ના ગરીબ સસ્તા અનાજ ના લાભાર્થીઓ ને અન્યાય થઈ રહ્યો હોઈ તેમ જાણવા મળતા તેઓ એ આ બાબતે તાલુકાના પુરવઠા વિભાગ ને વારંવાર રજુઆત કરતા પણ તેનો નિકાલ ના આવતા લીમોદરા ના સરપંચ મિનેષ વસાવા દ્વારા અન્ય આગેવાનો ને પોતાની રજુઆત કરી હતી..

ઘણા સમય થી ભરૂચ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોની અંદરમાં ગોબાચારી તેમજ ભ્રષ્ટાચાર થતા હોવાની લોકબૂમો ઊઠવા પામી છે જેમાં કેટલાય સરકારી અનાજ સંગેવગે કરતા ઝડપાઈ જતા અનેક લોકો ઉપર કાર્યવાહી પણ થઈ છે ત્યારે ઝગડીયા તાલુકાના લીમોદરા ગામે પણ ઘણા કેટલા મહિનાઓથી સસ્તા અનાજના દુકાનદાર દ્વારા ગ્રામજનોને ઓછું અનાજ તેમજ પાકી પાવતી આપતા ન હોવાની ફરિયાદ થઈ રહી છે

કેટલાક મહિનાઓ થી ઝગડીયા તાલુકાના લીમોદ્રા ગામે સરકારી સસ્તા અનાજ ના વિકરેતાં દ્વારા સર્વર ડાઉન હોવાના કારણે પાવતી નીકળતી ના હોવાનું જાણવતા હોઈ જેથી ક્રાર્ડ ધારકો ને તેઓ ના હક નું અનાજ મળતું નથી ત્યારે કેટલાક દુકાન ધારકો જાણી જોઈ આવુ કરતા હોવાની લોક બુમ ઉઠવા પામી છે જેથી આવા બહાના બાજેથી કંટાળેલ લીમોદરા ગામના સરપંચ દ્વારા જાગૃત આગેવાનોને ટેલીફોનિક ફરિયાદ કરી હતી ત્યારે આગેવાન મહિપતસિંહ ચૌહાણ દ્વારા સરપંચ ની ફરીયાદ સાંભળી અન્ય લાઈન ઉપર પુરવઠા વિભાગ ના કર્મચારી જોડે સમસ્યા અંગે સવાલ કરતા તાલુકા કચેરી માં કામ કરતા એક કર્મચારી દ્વારા તાત્કાલિક સમસ્યા નું નિરાકરણ લાવવા જણાવ્યું હતું…

અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકામાં સસ્તા અનાજ ની દુકાનો માં મોટા પાયે ભ્રસ્ટાચાર થઈ રહ્યો છે જેમાં તાલુકાના અઘીકારીઓ સહીત કેટલાક બે નમ્બરીઓના આકા પણ આ કોભાંડ માં સંકળાયેલા હોઈ જેના કારણે સરકાર સસ્તા અનાજ ની કેટલાક દુકાનધારકો ગરીબોના અનાજ ને ચાઉં કરી જતા હોઈ છે મોટી વગના કારણે કેટલાક વિકરેતાં ગરીબ રાશનધારકો ઉપર જો હજૂરી કરી તેઓ ના હક નું અનાજ પણ સગેવગે કરી દેતા હોઈ છે ત્યારે તંત્ર ના અધિકારીઓ પણ આ બાબતે બધું જાણતા હોવા છતાં આવા લોકો ઉપર કોઈ કાર્યવાહી કરતાં નથી ત્યારે હાલ તો સરકારી અનાજના વિક્રેતાઓ ઉપર અનાજ માં ગોબચારી થતી હોવાની લોક ફરિયાદ ઉઠતા સમગ્ર તાલુકામાં હાહાકાર મચી જવા પામ્યો છે …


Share to

You may have missed