_જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
અરજદાર સંદિપભાઇ ભરતભાઇ ઢાપા ભાવનગરના વતની હોય અને જૂનાગઢ ખાતે ફરવા આવેલ હોય. સંદિપભાઇ ગાંધીચોકથી કાળવાચોક જવા માટે ઓટોરિક્ષામાં બેસેલ તે દરમ્યાન તેમનો રૂ.૨૦,૦૦૦/- ની કિંમતનો OnePlus કંપનીનો મોબાઇલ ફોન ખોવાયેલ હોય , તે મોબાઇલ ફોનમાં તેમના અગત્યના દસ્તાવેજ તેમજ અન્ય વસ્તુઓ સેવ કરેલ હતી,* જે મોબાઈલ ફોન ભવિષ્યમાં મળવા મુશ્કેલ હોય અને તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
💫 _જૂનાગઢ હેડ ક્વા. ડીવાયએસપી એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. પાયલબેન વકાતર, અંજનાબેન ચવાણ, તરુણભાઇ ડાંગર સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી સંદિપભાઇ જે ઓટોરિક્ષામાં બેસેલ તે ઓટોરિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા સંદિપભાઇ જે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાના રજી નં GJ 31 T 0195 શોધી કાઢવામાં આવેલ.*_
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો કોન્ટેક્ટ કરી પૂછ પરછ કરતા મોબાઇલ ફોન તેમની પાસે હોવાનુ જણાવેલ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા સંદિપભાઇ ઢાપાનો રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનો OnePlus કંપનીનો મોબાઇલ ફોન રીકવર કરી ગણતરીની કલાકોમાં શોધી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને સંદિપભાઇ ઢાપાએ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો….*_
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા પણ સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૨૦,૦૦૦/-ની કીંમતનો OnePlus કંપનીનો મોબાઇલ ફોન ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે….*_
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
તિલકવાડા તાલુકાના ખાતાઅસીત્રરા ગામ માં એક 3 ત્રણ વર્ષના બાળક પર દીપડા એ હુમલો કરયો દીપડા યે બાળક ના ગળા ના ભાગે દાત મારી અને બાળક ના શરીર પર અનય ભાગે ગંભીર ઇજા પહોંચી
જૂનાગઢ માં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેચાણકરતો ગુલામ હુસેન સેખની અટકાયત કરી, વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી. જૂનાગઢ પોલીસ
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.