બનાસકાંઠાના મગરવાડા ગામમાં માંણી ભદ્રવીર દાદા ના સાનિધ્યમાં પૂજ્ય ભાઈ મહારાજ ગુરુદેવનો 60 મો જન્મદિવસ ઉજવાયો

Share to



બનાસકાંઠાના વડગામ તાલુકાના મગરવાડા ગામમાં પૌરાણિક માંણીભદ્ર વીર દાદા ની મંદિર આવેલું છે અને આ પૌરાણિક જગ્યામાં પ્રદ્યુમન વિમલ સૂરીશ્વરજી ભાઈ મહારાજ ગુરુદેવનો ચાતુર્માસ ચાલી રહ્યો છે જેમાં આજે ગુરુદેવના 60માં જન્મદિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં
વિજય મહારાજ સાહેબ નયપ્રભા મારાજ સાહેબ શ્રવણ મહારાજ સાહેબ છોટુ મહારાજ સાહેબ નો ટેન્શન મારા સાહેબ રાજા મારાજ સાહેબ દાદા મહારાજ સાહેબ યોગી મહારાજ સાહેબ અને
દેશ વિદેશના ભક્તો દ્વારા ચોખાથી વધાવીને ગુરુદેવના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉપરાંત આજે વિરમાંણીભદ્ર દાદા ને 56 ભોગનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો અને ગુરુદેવના જન્મદિવસને લઈને માનવતા પ્રસાદ રથનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું એટલે કે અન્નપૂર્ણા રથ જેમાં કોઈ પણ લોકો કાયમી માટે ભોજન પ્રસાદ લઈ શકશે ખાસ કરીને મગરવાડા તીર્થે આગામી તારીખ 29 10 2023 ના રોજ માંણિભદ્ર વીર મહારાજની અસીમ કૃપાથી મગરવાડા મહાતીર્થ સંત સેવા મંડળનું સંત સેવા મીલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય અવિચલદે વચાર્યજી મહારાજ તેમજ પ્રદેશ અધ્યક્ષ પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ તેમજ કાર્યકારી અધ્યક્ષ મહંત શ્રી મોહનદાસજી મહારાજ રાજેન્દ્ર નંદગીરીજી મહારાજ હરદેવપૂરજિ મહારાજ અને ગુજરાત ભરના સનાતન ધર્મના સાધુ સંતો બહોળી સંખ્યામાં પધારવાના હોય આ સંત મિલન સમારોહ પરમ પૂજ્ય શ્રી વિજય સોમજી મહારાજ સાહેબ ગાદીપતિ મણીભદ્ર વીર મહારાજ મંદિર ટ્રસ્ટ તેમજ પરમ પૂજ્ય ગુરુદેવ ભાઈ મહારાજ ના સાનિધ્યમાં આયોજન કરવામાં આવશે

રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ


Share to