ઈકરામ મલેક:રાજપીપલા
પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 23 10 2023 ના સાંજના સમયે રાજપીપળા નજીક આવેલા વીરપોર ગામની ચોકડી પાસે પેપર રોલ ભરીને મહારાષ્ટ્ર થી નીકળેલી એક ટ્રક MH 34 BG 5884 વીરપોર ચાર રસ્તા ખાતે પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ વાહનચાલક અને ક્લીનર સ્થળ ઉપર વાહન રેઢું મૂકી ફરાર થઇ ગયા હોવાની વિગતો પોલીસ તરફ થી સાંપડી રહી છે.
આમલેથા પોલીસ મથક ની હદ મા બનેલા આ અકસ્માત ની નોંધ પોલીસ મથકે આ લખાઈ રહ્યું 24/10/2023 સાંજે 7 વાગ્યા સુધી કોઈ નોંધ કરાઈ નથી, પોલીસ સૂત્રો ને પૂછતાં જાણવા મળે છે કે ચાલક ફરાર થઇ જતા વાહન મલિક નું નિવેદન નોંધાવની તજવીજ શરૂ કરાઇ છે. એવી શંકા વ્યક્ત કરાઈ રહી છે કે ચાલક નશા મા હોવાને કારણે ચાલકે ટ્રક ઉપર નો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાય છે.
મહારાષ્ટ્ર થી અમદાવાદ તરફ જતા વાહનો રાજપીપળા બાયપાસ થી વીરપુર ચોકડી નો રસ્તો પસંદ કરતા હોય છે ત્યારે હાઇવે ઉપર 90 ડિગ્રીનો કોણ સર્જાતા આ ચોકડી ઉપર વારંવાર અકસ્માતની ઘટનાઓ નોંધાઈ રહી છે, ત્યારે જરૂર છે આ ખામી ભર્યા રોડની ડિઝાઇનને સુધારવાની જો R&B વિભાગ અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે આ બાબતે નોંધ લઈને કામગીરી કરે તો ભવિષ્યમાં કોઈ મોટા અકસ્માતની શક્યતાને નિવારી શકાય તેમ છે.