December 11, 2023

જૂનાગઢ ના વડાલ ગામ ખાતે કપિન થેરાપી ફ્રિ નિદાન સારવાર કેમ્પ યોજાયો

Share toજૂનાગઢ ના વડાલ ગામ માં ડો જયકાંત મોવલીયા સાહેબના સહયોગથી કપિન થેરાપી ફ્રિ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં વડાલ ખાતે ફ્રિ સારવાર અને નિદાન કેમ્પ યોજયેલ હતો. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓની સારવાર કરવામાં આવી હતી જેમાં રોકડિયા હનુમાન મંદિરના મહંત શ્રી રામ માનહરદાસ બાપુ સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા તથા હરસુખભાઈ વઘાસિયા સમૂહ લગ્ન પ્રણેતા અને સમાજસેવક ના હસ્તે ખુલ્લું મૂકવામાં આવેલ હતું.
આ કેમ્પમાં કપિન થેરાપી, ચામડી રોગ, કમરનો દુખાવો, ગોઠણ નો દુખાવો, માથાનો દુખાવો, સ્કીન એલર્ઝી વગેરે રોગોના નિષ્ણાત ડો. પ્રતીક્ષા એ ફ્રી માં સેવા આપેલ હતી અને ડો. જયકાંતભાઈ મોવાલીયા એ પોતાનું ક્લિનિક ફ્રી સેવા આપી હતી .
આ કેમ્પમાં મધુભાઈ કાપડિયા જયેશભાઈ ભુવા તેમજ ડો મોવલીયા સાહેબના સ્ટાફ ના સહયોગથી આ કેમ્પ સફળ થયો હતો

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed