.
પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા ૧૦-૧૦-૨૦૨૩.
નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તાર મા પોલીસે નશાબંધી સપ્તાહ ના અંતિમ ત્રણ દિવસ દરમિયાન અલગ અલગ બીટ વિસ્તારો મા રેડ કરીને દેશી દારૂ નુ વેચાણ કરતી ત્રણ મહિલા બુટલેગર જેમા સનુ ગોવિંદ વસાવા રહે રમણપુરા, રાધા કમલેશ વસાવા રહે નિચલુ ફળીયુ કોલીયાપાડા, મધુ દેવીદાસ વસાવા, રહે પટેલ ફળીયુ કોયલી માંડવી. બુધીયા નવલજી વસાવા રહે, ભગત ફળીયુ કાંટીપાડા. રતિલાલ હરીસીંગ વસાવા રહે ખાડી ફળીયુ કોચબાર, રમણ ખાલપા વસાવા, રહે ખાડી ફળીયુ મોટા જાબુંડા જ્યારે ગતરોજ નેત્રંગ ડેડીયાપાડા રોડ પર ફલવાડી ચોકડી પાસે સ્ટાફ વાહન ચેકિંગ મા હતો તે સમય દરમિયાન પીએસઆઇ આર,આર, ગોહિલ ને મળેલ બાતમી મુજબ ડેડીયાપાડા તરફ થી બે અજાણ્યા ઇસમો હિરો કંપની નુ મેસ્ટો સ્કુટર નં જીજે ૧૯ એડી ૪૦૫ પર વિદેશી દારૂનો જથ્થો લઇ ને આવી રહ્યાની બાતમી મળતા બાતમી મુજબ નુ સ્કુટર આવતા તેને ચારે તરફ થી કોર્ડન કરી લેતા સ્કુટર ચાલકને ઉભુ રહેવાનુ કહેતા સ્કુટર સાઇડ પર ઉભુ રાખતા સ્કુટર ની આગળ મીણીયા થેલામા તેમજ ડીકીમા તલાશી લેતા વિદેશી દારૂના ૧૮૦ એમ એલ ના કોટરીયા નંગ ૨૫૧ જેની કિંમત ૨૫,૧૦૦/= સ્કૂટર જેની કિંમત ૨૦,૦૦૦/= મોબાઇલ નંગ ૧ જેની કિંમત ૫૦૦/= તેમજ અન્ય ૬ જણ પાસે પકડાયેલ દારૂ મળી કુલ્લે રૂપિયા ૪૬,૮૦૦/= નો મુદામાલ જપ્ત કરેલ છે. ઝડપાયેલ બે ખેપિયાઓ નુ નામ પુછતા (૧ ) સંદીપ ચન્દ્રભુવન નિષાદ (૨ ) અરુણ બનવારી નિષાદ બંન્ને રહે ધનશ્યામ નગર રચના સકઁલ પાસે કાપોદરા સુરત જ્યારે તેઓને માલ આપનાર અકકલકુવા નો રાજુ જેને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..