જૂનાગઢના ગીર સાસણમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત માલધારીઓના આર્થિક ઉત્કર્ષ માટે પશુઓમાં રોગ અટકાવ-નિયંત્રણ અને દૂધ ઉત્પાદન વધારવા માટે જાણકારી અપાઈ

Share toગીરનો વિસ્તાર 1410, 30 ચોરસ કિલોમીટર વિસ્તાર છે જેમાં એશિયાટિક લાયન લેન્ડસ્કેપ ના 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આજે એશિયાઈ સિંહ મુક્ત રીતે વિહરતા જોવા મળે છે વિવિધતાથી ભરપૂર એવા આ ગીર વિસ્તારમાં 600 થી વધુ વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે તેમજ 41 પ્રકારના સસ્તન વર્ગના પ્રાણીઓ 47 પ્રકારના સરીસૃપ વર્ગ પ્રાણીઓ પક્ષીઓને 338 થી વધુ પ્રજાતિઓ અને કીટકો ની 2000 થી વધુ પ્રજાતિઓ નિવાસ કરે છે તેમજ વિનાશના આવેલી ઉભેલ ગીધ તથા વન્યપ્રાણી સરક્ષણ અધિનિયમ 1972 ની અનુસૂચિત એકમાં સમાવેશ એશિયાય સિંહ ઉપરાંત દીપડા કાવરની ટપકવાડી બિલાડી ખાઓ મગર અજગર જેવા પ્રાણીઓ તથા રાષ્ટ્રીય પક્ષીઓ મોર નું ગીત નિવાસસ્થાન છે


જૂનાગઢ ના સાસણ ગીરના માલધારીઓને દૂધનું મૂલ્યવર્ધન કરવા અને દૂધ બનાવટોને બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરવા માટે માર્ગદર્શન અપાયું..ગીર પશ્ચિમના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત આયોજિત સ્કિલ અપ ગ્રેડેશન વર્કશોપ યોજાયો

જૂનાગઢ ગીર સાથે જેમનો કાયમી નાતો છે તેવા માલધારીઓના આર્થિક ઉત્કર્ષ માટે અને વન્ય પ્રાણીઓના સંવર્ધન માટે ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા સાસણ ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને માલધારીઓના પશુઓની દૂધ ઉત્પાદકતા વધે અને તેમના પશુઓમાં આવતા જુદા જુદા રોગોને અટકાવી શકાય. આમ, જેથી પરોક્ષ રીતે વન્યપ્રાણીઓમાં પણ રોગોનું નિયંત્રણ કરી શકાય.
ગીર પશ્ચિમના નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમરના માર્ગદર્શનમાં વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત આયોજિત સ્કિલ અપ ગ્રેડેશન વર્કશોપમાં પશુપાલન સાથે જોડાયેલા માલધારીઓને મૂલ્યવર્ધન માટે અને પોતાના ઉત્પાદનોને એક બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરવા માટે નિષ્ણાતોએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
કામધેનુ યુનિવર્સિટીના ડો. જે.બી. કથીરિયાએ દૂધ ઉત્પાદન વધારવા માટે પશુ માવજત, પશુઓનો ખોરાક વગેરે પશુ સંવર્ધનની બાબતોને વણી લઈને માલધારીઓ માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું ઉપરાંત પશુઓમાં આવતા જુદા-જુદા રોગોના અટકાવ તથા નિયંત્રણ માટે વિગતવાર જાણકારી આપી હતી.
ગીર ગાયના ઉત્પાદકો અને તેના સંવર્ધન માટે જાણીતા બનેલા જામકા ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી પરષોત્તમભાઈ સિદપરાએ ખાસ કરીને માલધારીઓ પશુપાલન દ્વારા જે દૂધ ઉત્પાદન મેળવી રહ્યા છે, તેના મૂલ્યવર્ધનના સંદર્ભમાં કહ્યું કે, ગીરના કારણે અહીંની દૂધ બનાવટોને મોટી ઓળખ મળવાની સંભાવનાઓ પડેલી છે. ગીરના માલધારીઓ માત્ર દૂધના વેચાણ કરવાને બદલે જો તેનું મૂલ્યવર્ધન કરીને પેંડા, પનીર, માવો વગેરે બનાવીને વેંચાણ કરવામાં આવે તો મોટી આવક મેળવી શકાય તેમ છે. આ માટે તેમણે વન વિભાગના સહયોગ સાથે માલધારીઓને જરૂરી તાલીમ આપવાની સાથે જરૂરી ટેકનોલોજી માટે પૂરતી મદદ કરવા માટે તૈયારી દર્શાવી હતી.
ઉમિયા ફાઉન્ડેશનના કેતનાબેન ગજ્જરે ગાયના છાણમાંથી બનાવતી વિવિધ ચીજ વસ્તુઓની જાણકારી આપી હતી. જેથી માલધારીઓ આવક નો વધુ એક સ્ત્રોત ઊભો કરી શકે. આ માટે રસ ધરાવતા લોકોને અલગથી તાલીમ પણ આપવામાં આવશે.
નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમરે આ કાર્યશાળાની પૂર્વભૂમિકા આપતા જણાવ્યું કે, સમય સાથે કદમતાલ મિલાવીને પ્રગતિ સાધી શકાય છે. જેથી પશુપાલન જેવા ક્ષેત્ર માટે પણ નવું જ્ઞાન અને ટેકનિક અપનાવી ખૂબ જરૂરી બની રહે છે. આમ, ગીરના માલધારીઓની આવક અને સમૃદ્ધિમાં વધારો થાય તે માટે આ કાર્ય શાળાનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમના અંતમાં આર.એફ. ઓ. શ્રી ગઢવીએ આભાર વિધિ કરી હતી.
આ કાર્યશાળામાં વન વિભાગના અધિકારીશ્રીઓ અને માલધારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed