December 19, 2024

“સાગબારા મા કાયદાનું શાસન છે?? કે ગુંડાઓનું??

Share to



જાન થી મારી નાખવાની ધમકી બાદ ફરિયાદી અને તેની દીકરી ઉપર હુમલો

ઈકરામ મલેક: રાજપીપળા



સેલંબા મા થયેલી કોમી ઘર્ષણ ની ઘટના મા લઘુમતી કોમ ના 15 જેટલા દુકાનદારો ની દુકાનો અને મકાનો ને ટાર્ગેટ કરી લૂંટ ચલાવવા મા આવી હતી, અને આગ ચાંપી દેવાઈ હતી, ત્યારે પોતાની આખી જિંદગી ની કમાણી સળગી જતા મહંમદ સલીમ શેખ દ્વારા સાગબારા પોલીસ મથકે 21 આરોપીઓ સામે કાર્યવાહી માટે અરજી કરાઈ હતી.

ત્યારે કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા ફરિયાદી મહંમદ સલીમ વસીમ શેખ નાઓ ને અરજી પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ધમકીઓ આપવામાં આવતી હતી, આથી ફરિયાદી એ સાગબારા પોલીસ મથકે તા.6/10/2023 ના 7304605721 મોબાઇલ નંબર ઉપર થી કોલ કરી મર્ડર કરી નાખવાની ધમકી આપનાર સામે ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે ધમકી આપનારો એ પોતાનું કહ્યું કરી બતાવ્યું હોય એ ફરિયાદ ના બીજાજ દિવસે એટલે કે આજે 7 ઓક્ટોબર ના રોજ ફરિયાદી પોતાની નાની દીકરી ને લઈ સાગબારા પોલીસ મથકે આવી ને પરત સેલંબા જતા ધણશેરા થી સેલંબા રોડ ઉપર કોઈ અજાણ્યા 2 ઈસમો એ ચપ્પુ વડે હુમલો કરતા બન્ને બાપ દીકરી ને હાથે અને અન્ય જગ્યાઓ ઇજાઓ થઈ હતી, અજાણ્યા હુમલાખોરો હુમલો કરી ફરાર થઇ ગયા હતા.

ત્યારે આ બાબતે સાગબારા ના પો.સ.ઈ પી.વી પાટીલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે આ ઘટના ની પૃષ્ટિ કરી છે, કે સાગબારા ના ધણશેરા થી સેલંબા રોડ ઉપર બે અજાણ્યાં ઈસમો એ ફરિયાદી અને તેની દીકરી ઉપર હુમલો કરેલ છે.


Share to

You may have missed