28 સપ્ટેમ્બર 2003 ના રોજ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાવેલું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) નું બીજ આજે 20 વર્ષે એક વિશાળ વટવૃક્ષ બનીને ઉભરી આવ્યું છે

Share to

.

આજે અમદાવાદ ખાતે આ સમિટની 20 વર્ષની સફળતાની ‘સમિટ ઓફ સક્સેસ’ તરીકે ઉજવણી માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય રાજ્યપાલશ્રી, માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રીઓ, ઉદ્યોગ અગ્રણીઓ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં થઈ એ પ્રસંગ ખૂબ યાદગાર અને હૃદયસ્પર્શી બની રહ્યો.

આ ‘સમિટ ઓફ સક્સેસ’ એ માત્ર એક નામ નથી, પરંતુ રાજ્યના સર્વાંગી વિકાસનો એક પર્યાય બની ગઈ છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પરિણામે આર્થિક વિકાસ સાથે સમાજના દરેક વર્ગ – દરેક ક્ષેત્ર સુધી વિકાસ પહોંચ્યો છે.

માળખાકીય સુવિધાઓમાં થયેલ વૃદ્ધિનો લાભ રાજ્યના છેવાડાના માનવીને મળ્યો છે અને રાજ્યના યુવાઓના કૌશલ્ય માટે વૈશ્વિક તકો અને પ્લેટફોર્મ મળ્યા છે.

માનનીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. આજે FDI મેળવવામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે.

આ અમૃતકાળમાં “ગેટવે ટુ ધી ફ્યુચર”ની થીમ સાથે યોજાઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 10મી કડી વિકસિત ભારતના નિર્માણ માટેનું દિશાદર્શક પ્લેટફોર્મ બનશે.

#20YearsOfVibrantGujarat


Share to