November 21, 2024

કોનોકાર્પસ વૃક્ષ ઉપર વનવિભાગ દ્વારા પ્રતિબંધિત જાહેર થતા હવે જે લાગવેલ વૃક્ષો છે તે નું થશે શુ..? વન વિભાગ દ્વારા તેને હટાવાશે ખરા તે એક પ્રશ્ન.?

Share to

ઝગડીયા GIDC માં અન્ય વૃક્ષો ની સરખામણીમાં કોનોકાર્પસ ના વૃક્ષોનું પ્રમાણ વધુ..

પ્રતિનિધિ / સતીશ વસાવા દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા 27-09-23

વિદેશી પ્રજાતીના વૃક્ષ કોનોકાર્પસ ઉપર ગુજરાત સરકાર ના વનવિભાગ દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ત્યારે ઝગડીયા તાલુકામાં અનેક જગ્યા ઉપર આ વૃક્ષો વાવવામાં આવ્યા છે જેમાં ઝગડીયા GIDC માં આવેલ મોટા ભાગ ની કંપનીઓ માં આ વૃક્ષો મોટી માત્રા માં લગાવવામાં આવ્યા છે જે કદાવર વૃક્ષોની માફક થઈ ગયા છેઝગડીયા GIDC ના ઉદ્યોગોની અંદરમાં તેમજ ગેટની બહાર ઓફિસો અને કંપની ગેટ ની શોભા વધારવામાં લગાવેલા કોનોકાર્પસવૃક્ષો તેમજ જીઆઇડીસી ના રસ્તાઓની વચ્ચે મોટી સંખ્યામાં કોનોકાર્પસ લગાવવામાં આવ્યા છે સરકાર દ્વારા આ વૃક્ષો ઉપર પરિપત્ર જાહેર કરી અને તેના ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે હવે સવાલ એ છે કે ઝઘડિયા જીઆઇડીસી તેમજ ઝગડીયા ના કેટલાક વિસ્તારોમાં અને ઘરોની બહાર આ વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા જાગૃતિ અભિયાન સાથે સાથે આ વૃક્ષો મોટા થઈ જતા તેને હટાવવાની કામગીરી થશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે અને જ્યાં આ મોટી માત્રામાં લગાવેલ છે તેઓ માટે પણ હટાવવાનું મુશ્કેલ બનશે…સરકાર દ્વારા પ્રતિબંધ લગાવેલ કોનોકાર્પસ વૃક્ષ શરદી, ઉધરસ શ્વાસ લેવામાં તકલીફ એલર્જી જેવી બીમારીઓ નોતરતા હોવા ની શક્યતાઓ રહેલ છે આ વૃક્ષ જમીનમાંથી પાણી શોખી લે છે તેમજ તેનાથી ભૂગર્ભ માં રહેલું જળ શોષી લે છે જેના થી ત્યા પાણી ની કમી સર્જાતી હોઈ છે તેમજ બાંધકામ કેરેલ દીવાલો અને ડ્રેનેજ લાઈન સહિત રોડ રસ્તા ને પણ નુકશાન કરતા હોવાનું જાણવા મળ્યું છે..ત્યારે ઝગડીયા તાલુકાની જો વાત કરવામાં આવે તો ઝગડીયા ના કેટલાક વિસ્તારોમાં ગામો માં ઘર ની બહાર આ વૃક્ષો લગાવવામાં આવ્યા છે જેમાં વધુ સઁખ્યા માં ઝગડીયા GIDC માં આવેલ કંપનીઓ ની અંદર અને બહાર આ વૃક્ષો લાગવામાં આવ્યા છે જેના થી અહીં કામ કરતા કામદારો ને પણ સ્વસ્થ્ય ઉપર અસર થવાની સંભાવના રહેલ છે ત્યારે આ વૃક્ષો ને હટાવાની કામગરી વહેલી તકે હાથ ધરાય તેવું આમ જનતા ના હિત માં જરૂરી બની ગયું છે…


Share to

You may have missed