February 18, 2024

પાલિતાણા પધારશે દ્વારકા શારદા પીઠાધિશ્વર જગદગુરુ શંકરાશાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીસર્વોચ્ચ સનાતન આધ્યાત્મિક વડાને આવકારવા પુરા પંથકમાં અનેરો ઉત્સાહ

Share to


દ્વારકા શારદા પીઠાધિશ્વર જગદગુરુ સ્વામી સદાનંદ સરસ્વતીજી શક્તિ ઉપાસના પર્વ નવરાત્રી બાદ આગામી તા. 7.11.2023 ના રોજ પાલિતાણા પધારશે. શંકરાશાર્ય પદ પર આરૂઢ થયાં બાદ પ્રથમ વખત પાલિતાણા પધારનાર હોય આ અવસરે શોભાયાત્રા અને ધર્મસભા નું આયોજન સંત મહંત મહામંડલેશ્વર નાં માર્ગદર્શનમાં વૈદિક સનાતન ધર્મ ગૌરવ સમિતીનાં નેજા હેઠળ થનાર છે. તેની પૂર્વ તૈયારી રૂપે કપોળ વાડી ખાતે સર્વજ્ઞાતી આગેવાનો અને ધાર્મિક સેવાકીય રાજકીય સંગઠનનાં પદાધિકારીઓની વિશાળ ઉપસ્થિતીમાં આયોજન બેઠક યોજાયેલ. પ્રાર્થનાથી પ્રારંભ થયેલ બેઠકમાં આશીર્વચન કહેતાં જુનાગઢ અખાડા પરિષદનાં થાણાપતિ પૂ.લહેરગિરી બાપુએ જણાવેલ કે આપણને મળેલ સદ્ભાગ્ય ને સૌ સાથે મળી દિપાવીશું. આહ્વાન અખાડા શ્રીમહંત પૂ.ભારદ્વાજગિરી બાપુએ આદ્ય શંકરાશાર્ય, તેમનાં દ્વારા ધર્મ રક્ષાર્થ સ્થાપિત ચાર પીઠ ની વાત કરેલ. મહામંડલેશ્વર રમજૂબાપુએ જગદગુરુ ની પાલિતાણા પધરામણી પ્રસંગની વિગત આપવા સાથે નગરજનોની વિશાળ હાજરી અને અનેરાં ઉત્સાહ અંગે રાજીપો વ્યક્ત કરી આ અવસર ને ઐતિહાસિક સફળતા અપાવવા કમર કસવા આહ્વાન કરેલ. મહંત શ્રી વિશ્વંભરદાસજી એ આ અવસર નાં આમંત્રણ ગામે ગામ ધામે ધામ પહોંચાડવા હાંકલ કરેલ. મહંતશ્રી પૂ. ભક્તિગિરી માતાજી એ સમયનો પૂર્ણ ઉપયોગ કરી આયોજનબધ્ધ રીતે આગળ વધવા થી સફળતા સુનિશ્ચિત થાય તેમ જણાવી સંતો દરેક પ્રકારે સાથે ચાલશે તેવું વચન આપેલ. પાલિતાણા નગરપાલિકા પૂર્ણ સહયોગ કરશે તેવી ખાત્રી પ્રમુખ ભુપેન્દ્રસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ અમિત પ્રબતાણીએ આપેલ. કાર્યક્રમને દિવ્ય ભવ્ય બનાવવાનાં સૂચન અને તન મન ધન થી સહભાગી બનવાનાં વચન થી વાતાવરણ ઉર્જામય અને ઉલ્લાસપૂર્ણ રહ્યું. આ વર્ષે પાલિતાણામાં પ્રકાશ પર્વ દિવાળી પહેલાં જ દિવાળીની ઉજવણી આરંભાશે એ નિશ્ચિત છે.
પત્રકાર ભરત પરમાર


Share to

You may have missed