નેત્રંગ નગરમા શ્રી ગજાનંદ ની શોભાયાત્રાને ઠેરઠેર ખાડાઓ માંથી પસાર થવુ પડશે ???.

Share to



નેત્રંગ. તા.૨૪-૦૯-૨૦૨૩.

નેત્રંગ નગરમા વિઘ્ન હરત શ્રી ગજાનંદ ની દસ દિવસ બાદ ભવ્ય શોભાયાત્રા કાઢી ૨૮મી સપ્ટેમ્બર ના રોજ વિદાય આપવાની તડામાર તૈયારીઓ દરેક પંડાલો થકી ચાલી રહી છે. ડી.જે.ભજન મંડળીઓ, બેન્ડ પાટીઁઓ સાથે નગરના તમામ વિસ્તારો માંથી ભવ્ય શોભાયાત્રા નિકળશે.
જેમા લાલમંટોડી, ડેડીયાપાડા રોડ, શાંતિનગર, કોસ્યાકોલા જવાહરબજાર ઉપરોક્ત તમામ પંડાલોની શોભાયાત્રા પ્રથમ જલારામ મંદિર ગાંધીબજાર ખાતે એકત્ર થાય છે. જ્યારે જુના નેત્રંગ, જીનબજાર વિસ્તાર ના પંડાલોના શ્રી ગણેશજીની શોભાયાત્રા પણ ગાંધીબજાર જલારામ મંદિર ખાતે એકત્ર થાય છે. ગાંધીબજાર ના શ્રી માંઈ મંડળના ગજાનંદ ની શોભાયાત્રા પણ આ સાથે નિકળતી હોય છે. ત્યારે ગ્રામપંચાયત ના સતાધિશો થી લઇ ને માગૅ-મકાન વિભાગ, નેશનલ ઓથોરીટી ઓફ ઇન્ડીયા ( એન એચ યુ આઇ) ના કમઁચારીઓની બેદરકારીને લઈ ને તમામ માર્ગો પર ઠેરઠેર એક બે ફટ ઉડા ખાડાઓ  શ્રીજી ની શોભાયાત્રા ને નડતર રૂપ હોય જેને લઇ ને ભાવિકભકજનનોમા ચિતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શ્રીજી ના વિદાયની શોભાયાત્રા નિકળવાને ચાર દિવસ નો સમય ગાળો બાકી હોય, વહીવટી તંત્ર આ બાબતે તાત્કાલિક દયાન આપે તેવુ પ્રજામા ચચાઁઇ રહ્યુ છે.

*વિજય વસાવા નેત્રંગ*

(૧) નેત્રંગ નગર મા ઠેરઠેર ખાડાઓ
(૨).માગૅ-મકાન વિભાગ તાબા હેઠળ ના રસ્તાઓ પર ઠેરઠેર ખાડાઓ.


Share to

You may have missed