November 29, 2023

જૂનાગઢ માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગાંધીનગર જુડો સ્પર્ધામાં ભેસાણ ની ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓએ 20 થી વધારે મેડલ મેળવ્યા

Share toજૂનાગઢ માં સ્પોર્ટ્સ ઓથરિટી ઓફ ગુજરાત આયોજિત જૂનાગઢ જિલ્લા રમતોત્સવ 2023 અંતર્ગત જિલ્લાકક્ષા જુડો સ્પર્ધાનું ભેંસાણ ખાતે આયોજન થયેલ હતું જેમાં ક્રિષ્ના સ્કૂલ ભેંસાણના રમતવીરોને 6 ગોલ્ડ, 10 સિલ્વર, 9 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા તેમજ જૂનાગઢ ખાતે આયોજિત એથ્લેટિકસ સ્પર્ધામાં 14 ગોલ્ડ, 18 સિલ્વર, 3 બ્રોન્ઝ મેડલ મેળવી કુલ 20 ગોલ્ડ મેડલ, 28 સિલ્વર મેડલ તેમજ 12 બ્રોન્ઝ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધારેલ હતું તેમજ પ્રથમ નંબર મેળવનાર રમતવીરો આગામી સમયમાં રાજ્યકક્ષાએ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે તેમજ રાજ્યકક્ષાએ પણ સફળતા મેળવી જૂનાગઢ જિલ્લાનું નામ રોશન કરે તે માટે કોચ કાંતિ સાહેબ રાઠોડ, શિક્ષકો વિક્રમભાઈ વાછાણી, નિતીનભાઈ જોષી,NCC ઓફિસર અશ્વિનભાઈ ભૂવાએ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી…

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to