November 27, 2024

પુરઅસરગ્રસ્ત લોકોને આશ્વાસન આપતાં પ્રભારીમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતી

Share to

*નર્મદા નદીમાં આવેલ પુરના કારણે ભરૂચ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરતાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતી*

*જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ પ્રભારી મંત્રીને પરિસ્થિતિથી માહિતગાર કર્યા*

ભરૂચ:મંગળવાર: નર્મદા નદીમાં આવેલ પુરના કારણે ભરૂચ જિલ્લામાં અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરતાં જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતીએ અંકલેશ્વરના દિવારોડ,જીનવાલા કોમ્પલેક્ષ તથા ભરૂચી નાકા વિસ્તારની મુલાકાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાત ભરૂચના કસક વિસ્તારની મુલાકાત લઈ માધ્યમો સાથે વાતચિત કરી દાનની સરવાણી વહાવતી સ્વૈચ્છિક સંસ્થાઓનો આભાર માન્યો હતો.
દિવારોડ પર બોટમાં બેસીને આ વિસ્તાર પાણીથી ગરકાવ થયેલ અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત કરી હતી.પુર પ્રભાવિત આ વિસ્તાર ઉપરાંત જીનવાલા કોમ્પલેક્ષમાં શરૂ કરાયેલ સેલ્ટર હોમની પણ મુલાકાત કરીને અસરગ્રસ્તોની ખબરઅંતર પુછયા હતા.
દિવારોડ પર આવેલ સોસાયટીઓમાં આોમપુરી, મંગલમૂર્તિ, સંસ્કારધામ,અંબીકા, મહાવીરનગર જેવી ૧૨ જેટલી સોસાયટીની બોટ મારફતે મુલાકાત કરી હતી. તેમના થકી આ સોસાયટીમાં ફુટપેકેટ વિતરણ કરાયું હતું.


આ ઉપરાંત અંકલેશ્વર સ્થિત બોરભાઠા વિસ્તારમાં તથા ભરૂચીનાકા સ્થિત જલારામ મંદિરના શેલ્ટર હોમની મુલાકાત કરીને અસરગ્રસ્તોને હૈયાધારણા આપી હતી.


આ મુલાકાત વેળાએ જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ પ્રભારી મંત્રીશ્રીને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષી, જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સહીત તંત્રના અમલીકરણ અધિકારીશ્રીઓ જોડાયા હતા. ભરૂચના કસક ખાતે મંત્રીશ્રી આવી પહોંચતા તેમની સાથે ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરિયા, નગર પાલિકા પ્રમુખશ્રી સહિત આગેવાન કાર્યકરો હાજર રહ્યા હતા.


Share to

You may have missed