September 7, 2024

ભરૂચ જિલ્લાના મુલદ પાસે આવેલા ગોવાલી ગામથી થી ગુમાનદેવ જતા માર્ગને પણ બંધ કરાયો…

Share to

નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ભરૂચ નર્મદામૈયા બ્રિજ તેમજ જિલ્લાનો વધુ એક માર્ગને સલામતી હેતુ બંધ કરાયો હોવાની વિગત મળી રહી છે…

તથા ઝગડીયા જવા માટે નો ગોવાલી થી ગુમાનદેવ ફાટક ને જોડતો અંકલેશ્વર રાજપીપલા ને જોડતા માર્ગ ઉપર પાણી આવી જતા આ માર્ગ સુરક્ષા ના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યો છે…

હાલ ગોલ્ડન બ્રિજ ખાતે પાણી ની સપાટી 38 ને વટાવી ગઈ છે…

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૧૯ લાખ ક્યુસેક પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભરૂચ- અંકલેશ્વર વચ્ચે આવેલો નર્મદામૈયા બ્રિજ અને નદીમાં પાણી વધતાં નીચાણ વાળા વિસ્તારોમાં આવેલાં રોડ પર પણ નદીના પાણી ફરી વળ્યાં છે. આથી સાવચેતી અને સલામતી હેતુ મુલદ પાસે ગોવાલી થી ગુમાનદેવ જતો માર્ગ પણ બંધ કરાયો છે. તંત્ર એ અપીલ કરી હતી કે, આ રોડ પર આવેલાં ગામનાં લોકોએ શક્ય હોઈ તો ત્યાં સુઘી આ રોડ પરથી અવરજવર ટાળવી જોઈએ.

આ ઉપરાંત, ભરૂચ જિલ્લામાં ઝનોર – શુકલતીર્થ રોડ તેમજ ઝગડીયા તાલુકાના ઉમ્મલાથી પાણેથા વેલુગામ રોડ પર પાણી ફરી વળતાં એ પણ બંધ કરાયા હતાં.
ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત ખડે પગે સરાહનીય કામગીરી કરી રહ્યા છે.

#DNSNEWS


Share to