પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા 17-09-23
ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના અશા માલસર બ્રીજ નર્મદામાં પૂરની પરિસ્થિતિના કારણે પાણી વધુ હોવાના કારણે સાવચેતીના ભાગરૂપે પુલ બંધ કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ઇન્દોર ગામના દમપ્તી મકકા મદીના ઉમરાહ માટે જતા જતા યાત્રિકો દ્વારા અમદાવાદ ખાતે તેઓની ફ્લાઈટ હોવાના કારણે તેઓ ટાઈમસર પહોંચી શકે તેમ ન હતું ત્યારે સ્થળ પરહાજર પીએસઆઇ રાઠોડ ને વિનંતી કરવામાં આવી હતી..નર્મદા જિલ્લા ના આમલેથા પોલીસ સ્ટેશન ના પી એસ આઈ રાઠોડ દ્વારા નર્મદા એસ.પી ને કોલ કરી તેઓને જવા માટે ખાસ પરમિશન લીધી હતી અને એસપી નર્મદા દ્વારા પણ આ બાબતે માનવતા રાખી અને યાત્રિકોને સહી સલામત રીતે પાયલોટિંગ કરી તેઓ ની ગાડી ને નર્મદા બ્રિજ ક્રોસ કરાવા જણવ્યું હતું ત્યારે વિકટ પરિસ્થિતિની ધ્યાને લઈ અને પોલીસ દ્વારા એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના તમામ પુલો સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે તેથી ઘણા વાહન ચાલકો ને અટવાવનો વારો આવ્યો હતો.