November 21, 2024

ઝઘડિયા તાલુકાના દમલાઈ ગામે ચૈતર વસાવાએ સભા સંબોધી જીએમડીસી દ્વારા ગામોના જમીન સંપાદનનો વિરોધ કર્યો…

Share to

“””જીએમડીસી દ્વારા કરેલા વાયદાઓ પૂર્ણ નથી કર્યા…””” ચૈત્ર વસાવા “”

ઝઘડિયા તાલુકાના દમલાઈ ગામ ખાતે આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા એ એક સભા સંબોધી હતી..

“” હું મારા આદિવાસી ભાઈ બહેનો માટે મદદ કરવા માટે આવેલો છું “”આ કોઈ રાજનીતિક સભા નથી “”ચૈત્રર વસાવા“”

જીએમડીસી દ્વારા ગામોની આદિવાસી વિસ્તારમાં આવેલ જમીન સંપાદન કરવાના મામલે વિરોધ કર્યો હતો…

ઝગડીયા તાલુકાના દમલાઈ, મોરણ, વાસણા, તથા વાલીયા તાલુકાના અન્ય ગામો જીએમડીસી દ્વારા સર્વેકરી સંપાદનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના દમલાઈ વાસણા મોરણ તેમજ વાલીયા તાલુકાના કેટલાક ગામનો વિસ્તાર જીએમડીસી દ્વારા સર્વે કરી તેનો સંપાદન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે..

ઝઘડિયા તાલુકાના દમલાઈ ગામ ખાતે ગતરોજ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આદિવાસી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીએમડીસી માં જે આદિવાસી લોકોની જમીનો સંપાદિત થવાની છે તેનો વિરોધ કર્યો હતો અને ચૈતર વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ઝઘડિયા તાલુકાના આમોદ, મોરણ, પડવાણિયા, પડાલ, શિયાલી અને દમલાઈ જેવા અનેક ગામોની 1400 હેક્ટર જમીન રાજપારડી લિગ્નાઈટ પ્રોજેક્ટ ( જીએમડીસી ) માં સંપાદિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે જેનો અમે સખત વિરોધ કરીએ છે અને સરકાર દ્વારા જમીન સંપાદન કરવા માટે ગ્રામસભાની સંમતિ, પબ્લિક હિયરિંગ કે કોઈપણ જાતની પર્યાવરણની પરવાનગી લેવામાં આવી નથી અને આ જમીનો આદિવાસી ગરીબ લોકો ની છે અને અને એમકેમ રીતે જમીનો સંપાદિત કરવામાં આવનારી છે

જે અગાઉ જે GMDC દ્વારા વાયદા અંને સવલતો આપવાની હતી તે પણ GMDC દ્વારા આપવામા ન આવતા આદિવાસી ની જમીન સરકારે પચાવી પાડી છે અને આદિવાસી ની જમીનો અમે હવે કોઈ કિંમત ઉપર આપવાના નથી તેવો સ્થાનિક લોકો ને પણ પ્રણ લેવા આહવાન કરવા કહ્યું હતું.. વધુમાં ચૈતર વસાવા દ્વારા આવનાર દિવસોમાં ગ્રામ પંચાયતો દ્વારા નકારાત્મક અભિપ્રાય મોકલી ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેમ ચૈતર વસાવા દ્વારા જણાવામાં આવ્યું હતું,

આ કાર્યક્રમમાં દમલાઈ ગામના તેમજ આસપાસના આગેવાનો તેમજ મોટી સઁખ્યા મા ગ્રામજનો જોડાયા હતા..સાથે સાથે તેઓ એ મણિપુર ની ઘટના ને લઈ આદિવાસી ઉપર થતા અન્યાય સામે દુઃખ વ્યક્ત કરી અને સરકાર દ્વારા જે રીતે આદિવાસી ની જમીનો લઈ અને વાગદાર લોકો ના હાથે વેચી મારવાનું જે ષડયંત્ર છે તેના વિશે પણ સ્થાનિકોને જણાવ્યું હતું અને જે કેવડિયા થી સાપુતારા ને જોડતા માર્ગમાં જે આદિવાસીની જમીનો લઇ અને ત્યાં મોટા હાઇવે બનાવી અને તેના આસપાસના વિસ્તારોમાં હોટલો ઉદ્યોગો સ્થાપવા માટે જે સરકાર રણનીતિ કરી આદિવાસી ને હટાવવમાં આવી રહ્યા છે તેને પણ લોકોએ સમજી અને તેનો વિરોધ કરવો જોઈએ તેવું જણાવ્યું હતું આદિવાસીઓની સમસ્યાઓ અંગે ચૈત્રર વસાવા હર હંમેશ તમારા સાથે જ ઉભો રહીશ અને તમારી સમસ્યાઓને સરકાર તેમજ ન્યાયતંત્ર પાસે તેની રજૂઆત કરીશ તેમ જણાવ્યું હતું…


Share to

You may have missed