September 3, 2024

નેત્રંગના વણખુંટા ગામે દીપડાએ 8 વર્ષેના બાળક હુમલો કરી તેનું મોત નિપજાવ્યું હતું જે પીડિત પરિવારની ડેડીયાપાડાના ધારાસભ્યએ મુલાકાત લઈ સહાયની મદદ કરી હતી.

Share to



તાજેતરમાં નેત્રંગના વણખુંટા ગામે 8 વર્ષીય શૈલેયાકુમાર વસાવા કુદરતી હાજતે ગયો હતો જે બાળકને દીપડાએ શિકારી બનાવી મોત નિપજાવ્યું હતું.આ ઘટના બાદ પીડિત બાળકના પરિવારજનોની રાજકીય પક્ષના આગેવાનો મુલાકાત લઈ સત્વનના પાઠવી સહિત સહાય કરી રહ્યા છે.ત્યારે બારમાની વિધિમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પીડિત પરિવારની મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને 21 હજારની સહાયની મદદ કરી હતી.કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના આપના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા,માધવ વસાવા શિવરામ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed