ઝગડીયા તાલુકાના મહુવાડા ગામેથી બે જુગારીઓને રૂપિયા બાઈક મોબાઈલ સહિત 48,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભરૂચ એલસીબી પોલીસ…

Share to

15-09-23 ઝગડીયા

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના મહુવાડા ગામે ખેતરમાં જુગાર રમતા બે જુગારીઓને રંગે હાથ રૂપિયા 48,400 /- ના મુદ્દા માલ સહિત ઝડપી લીધા હતા…

ભરૂચ એલસીબી પોલીસ ના માણસોને બાતમી મળી હતી કે ઝઘડિયા ના મુહવાડા ગામે કોઈ ખેતરમાં અજાણ્યા ઇસમો જુગાર રમે છે જેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના કર્મચારીઓ દ્વારા વિસ્તારને કોર્ડન કરી અને બે જુગારીઓ બળવંતભાઈ રાઠોડ રહે ઓરપટાર મંદિર ફળિયુ તથા છત્રસિંહ ઉર્ફે સતો રવજીભાઈ વસાવા રહે મહુવાડા દુમાલી ફળિયુ તાલુકા ઝગડીયા જીલ્લો ભરૂચ નાઓને ત્રણ મોબાઈલ ફોન એક મોટર સાયકલ સહીત 48,400 ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ લગાવી ઉમલ્લા પોલીસ સ્ટેશનમા સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..


Share to