December 6, 2023

ચાસવડ આશ્રમશાળામાં રમતગમત સ્પધૉમાં વિજેતા ખેલાડીઓને ઇનામ વિતરણ કરાયા

Share to* ચાર આશ્રમશાળા વિધાથીૅઓ વિવિધ સ્પધૉમાં ભાગ લીધો હતો

* રમતગમત ક્ષેત્રે કસ્તુરબા આશ્રમશાળાનું નામ પ્રદેશ-રાષ્ટ્રીય કક્ષા નામ રોશન કરો :- ખુમાનસિંહ વાંસીયા

તા.૧૩-૧૦-૨૦૨૩ નેત્રંગ.

નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાયૅરત કસ્તુરબા સેવાશ્રમ સંચાલીત ચાસવડ આશ્રમશાળા સરકાર માન્ય દેશની પ્રથમ આશ્રમશાળા છે.જેમાં અભ્યાસ કરતાં વિધાથીૅઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં છે.વિધાથીૅઓના ઘડતરમાં અભ્યાસની સાથે રમતગમતનું સહવિશેષ મહત્વ હોય છે.જેમાં મરોલી,આબાવાડી,કેવડી અને ચાસવડ આશ્રમશાળાના વિધાર્થીઓ વચ્ચે કબડ્ડી,ખોખો,લીંબુ ચમચી જેવી વિવિધ રમતગમતની સ્પધૉ યોજાઈ હતી.જેમાં વિજેતા બનેલા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણની કાયૅક્રમનું આયોજન ગુજરાત સરકારના પુવઁમહેસુલ મંત્રી અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસીયા અને સામજીક-રાજકીય અગ્રણી નરેન્દ્રસિંહ રાજના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.ખુમાનસિંહ વાંસીયાએ જણાવ્યું હતુ કે,કસ્તુરબા આશ્રમશાળામાં રમતગમતની સ્પધૉમાં વિધાથીૅઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.સ્પધૉમાં ભાગ લેનાઞ વિધાર્થીઓને શુભેચ્છાની સાથે રમતગમત ક્ષેત્રે કસ્તુરબા આશ્રમશાળાનું નામ પ્રદેશ-રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરો તેવું આહવાન કરાવ્યું હતું.જેમાં મરોલી,આબાવાડી,કેવડી અને ચાસવડ આશ્રમશાળાના વિધાર્થીઓ ઇનામ વિતરણ કરીને સન્માનિત કરાયા હતા.જે દરમ્યાન આચાયૉ-શિક્ષકો અને વિધાથીૅઓ ઉપસ્થિત રહ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to