September 7, 2024

ઝગડીયા જીઆઇડીસી મા આવેલ આરતી કંપનીના બહાર લાલ કલરનું પ્રદૂષિત પાણી જોવા મળ્યું..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

અવારનવાર વરસાદનો લાભ લઈ અને ઉદ્યોગો દ્વારા બેફામ પ્રદૂષિત પાણી વરસાદી કાસ માં છોડી દેવાની ઘટનાઓ બનતી હોય છે….

ઝગડીયા ની આરતી કંપની દ્વારા પાણી છોડવામાં આવ્યું હોવાનું સ્થાનિક ના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને તેઓના જણાવ્યા અનુસાર આજરોજ પણ આરતી ઇન્ડસ્ટ્રીઝ ના બહાર આવેલ વરસાદી કાશ માં એક લાલ કલરનું પ્રદૂષિત પાણી જોવા મળ્યું હતું ત્યારે એક સ્થાનિક આગેવાન દ્વારા આ બાબતે NCTL ને જાણ કરતા ઝગડીયા GIDC સ્થિત JIA ની ટિમ દ્વારા સ્થળ ઉપર આવી પ્રદુષિત પાણીના નમુના લેવામાં આવ્યા હતા…

ત્યારે ગતરોજ થી પડી રહેલ વરસાદ નો લાભ લઈ બેફામ બની આવા ઉદ્યોગો દ્વારા વરસાદનો લાભ લઇ અને આવા કેમિકલ તેમજ પ્રદૂષિત પાણી જાહેરમાં વરસાદી કાંસોમાં છોડી દેતા આબાદ ઝડપાઈ જતા હોય છે ત્યારે આજરોજ આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ આ પાણી છોડવામાં આવી રહ્યું હોય તેમ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે… જોકે હાલ તો આ પાણીના સેમ્પલ JIA ની ટિમ દ્વારા લેવામાં આવ્યા છે જોવું એ રહ્યું કે આ પ્રદૂષિત પાણી છે કે નહીં અને આ જો પ્રદુષિત પાણી છે તો શું આ આરતી ઇન્ડસ્ટ્રીઝનું જ છે કે પછી કોઈ અન્ય ઉદ્યોગનું તે તો તેના સેમ્પલ નો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે…જો આ કેમિકલ હોઈ અને તે જે ઉદ્યોગ માંથી છોડવામાં આવ્યું હોઈ તેની ઉપર ગુજરાત પોલ્યૂશન વિભાગ કોઈ પગલાં ભરશે ખરું તે જોવું રહ્યું..


Share to

You may have missed