October 3, 2024

નેત્રંગ તાલુકામાં વિકાસની વાતો વચ્ચે બિલોઠી ગામમાં 20 વર્ષથી માર્ગ નહીં બનતા ગ્રામજનો મેટલ વાળા રોડ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે.

Share to



કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તે માટે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.સાથે સુશાસન દિન બનાવવામાં આવ્યો હતો ત્યારે આ સુશાસન દિનની ઉજવણી હાસ્યમય બની હૉય તેવા દ્રશ્યો નેત્રંગ તાલુકાનાં બિલોઠી ગામમાંથી સામે આવ્યા છે.નેત્રંગ બિલોઠી ગામના સામરપાડા ફળિયામાં છેલ્લા 20 વર્ષ પહેલા માર્ગ તો બન્યો હતો પરંતુ તે માર્ગ હાલ અત્યંત બિસ્માર બન્યો છે.વાહનો તો શું આ માર્ગ ઉપરથી પગ પાળા પણ નહીં જવાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ માર્ગ બનાવી આપવાની માંગ સાથે ગ્રામ પંચાયત અને સ્થાનિકો દ્વારા પૂર્વ વન મંત્રી ગણપત વસાવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાને લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં તંત્ર કે નેતાઓ દ્વારા યોગ્ય પગલાં નહિ લેવાતા હાલ ગ્રામજનો બિસ્માર માર્ગ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે.ત્યારે વહેલી તકે યોગ્ય નિરાકરણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed